www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

ગુરૂવારે શનિ જયંતિ: આરાધના-ઉપાસના


શનિદેવના તપથી પ્રસન્ન થઈને ભગવાન શિવજીએ વરદાન આપેલું કે તું કર્મોનો ફળદાતા ગણાશે

સાંજ સમાચાર

રાજકોટ તા.4
આગામી તા.6ઠ્ઠાના ગુરુવારે વૈશાખવદ અમાસના શનિ જયંતી છે. નવગ્રહમાં શનિદેવને કર્મના ફળદાતા ગણવામાં આવે છે. આથી શનિજયંતિનું વિશેષ મહત્વ છે.
શનિદેવની કથા
શનિદેવના દેવતા સૂર્ય અને માતા છાયા છે. શનિ મહારાજનો જન્મ સૌરાષ્ટ્રના હાથલા ગામે થયાનું માનવામાં આવે છે.
સૂર્ય ભગવાનના લગ્ન વિશ્ર્વકર્માની પુત્રી સંજ્ઞા સાથે થયેલા તેનાથી તેમને મનુ અને યમ નામના પુત્રોની પ્રાપ્તિ થયેલી તથા યમુના નામની ક્ધયા પ્રાપ્ત થયેલી સૂર્યદેવનું તેજ જોઈ અને પરેશાન થઈ તેનાથી બચવા સંજ્ઞા પોતાની છાયા સૂર્યદેવ પાસે છોડી અને પિતાના ઘરે ચાલી ગઈ પરંતુ પિતા કહે છે કે દિકરી તો સાસરે જ શોભે આથી નારાજ થઈ સંજ્ઞા ઘોડીનું રૂપ લઈને તપ કરવા લાગે છે. બીજી તરફ છાયા ગર્ભવતી થાય અને શની તથા ભદ્રાને જન્મ 
આપે છે.

જયારે શનીદેવ ગર્ભમાં હતા ત્યારે માતા છાયાએ ખોરાક પાણી લીધા વગર તપ કરેલુ અને શિવપૂજા કરેલી આથી તેના અસર સ્વરૂપે શનિદેવનો રંગ કાળો પડી ગયેલ જયારે શનીદેવનો જન્મ થાય છે ત્યારે પિતા સૂર્ય દેવ તેને પુત્ર તરીકે સ્વીકારવાની ના પાડે છે. આનાથી ગુસ્સે થઈ અને શનીદેવ તપ કરવા લાગે છે ત્યારે શનિદેવના તપથી પ્રસન્ન થઈ અને શિવજી વરસાદ આપે છે કે તારૂ સ્થાન નવગ્રહમાં રહેશે અને તારી પનોતીથી દેવતાઓ પણ કંપી ઉઠશે અને તું કર્મોનો ફળ દાતા ગણાશે.
શનીગ્રહને એક રાશી (ચંદ્ર) પુર્ણ કરવા માટે 30 વર્ષ લાગે છે. શનીગ્રહને 3જી, 7મી તથા 10મી દ્દષ્ટિ છે.
શનિગ્રહની મોટી પનોતી તથા નાની પનોતી ગણાય છે. મોટી પનોતી જીવનમાં આશરે બે વાર આવે છે.

શનિગ્રહની પનોતી
અત્યારે શનીગ્રહની મોટી પનોતી ત્રણ રાશીમાં ચાલી રહી છે.
મોટી પનોતી
1) મકર રાશી (ખ,જ) પગેથી પસાર થાય છે. સોનાના પાયે ચિંતા કરાવે.
2) કુંભ રાશિ (ગ,શ,સ) છાતીએથી પસાર થાય, ત્રાંબાનો પાયો લક્ષ્મીદાયી ગણાય.
3) મીનરાશિ (દ,ચ,ઝ,થ) માથેથી પસાર થાય રૂપાને પાયે લાભદાયક છે.

નાની પનોતી
1) કર્કરાશિ (ડ,હ) રૂપાને પાયે લક્ષ્મીદાયક
2) વૃશ્ર્ચિક રાશિ (ન,ય) નાની પનોતી સોનાના પાયે ચિંતાદાયક ગણાય.
નાની મોટી પનોતીની રાશિવાળા જાતકોએ શનિ જયંતિના દિવસે શનિદેવની ઉપાસના પુજા કરવાથી પનોતીમાંથી રાહત મળશે.
શની જયંતિના દિવસે પુજા
આમ તો શનિદેવની પુજા વ્હેલી સવારે અથવા સાંજના દિવસ આથમ્યા પછી વધારે શુભ રહે છે પરંતુ ગુરૂવારે શની જયંતિના દિવસે આખો દિવસ શનીદેવની પુજા કરવી શુભ ફળ આપનાર બનશે.

સૌપ્રથમ સ્નાન કરી અને નિત્યકર્મ તથા પુજા કરી શનિદેવના મંદિરે જવુ.
શનિદેવ પાસે તેલનો દીવો કરવો. અગરબતી કરવી ત્યારબાદ શનિદેવ ને તેલ ચડાવુ, અડદના દાણા ચડાવા ધુપદીપ અર્પણ કરવા, નૈવેદ્યમાં અડદની વાનગી ધરાવી, કાળીદ્રાક્ષ પણ ધરી શકાય, આરતી કરવી તેમજ પુજા કરતી વખતે ‘ૐ’ શં શનેશ્ર્વરાય નમ:’ મંત્રના જપ બોલતા રહેવા પુજા પુર્ણ થયે આ મંત્રની માળા કરી શકાય છે. આ દિવસે દશરથકૃત શનીસ્તોત્રના પાઠ કરવા ઉતમ ફળ આપનાર બનશે.

જો પોતાના ગામમાં શનીદેવનું મંદિર ન હોય તો આ દિવસે હનુમાનજીની ઉપાસના પુજા કરી શકાય છે.
શનિદેવે હનુમાનજીને વચન આપેલુ કે જે લોકો હનુમાનજીની પુજા ઉપાસના કરશે તેને હું નડીશ નહી. આથી આ દિવસે હનુમાનજીની પુજા પણ સાથે કરવી જોઈએ.
દાન: ખાસ કરીને શનિ જયંતીના દિવસે દાન કરવુ પણ ઉતમ ફળ આપનાર બને છે.

આ દિવસે કાળો ધાબળો, કાળુ અથવા બ્લુ વસ્ત્ર. સ્ટીલનું વાસણ, અડદ, પગરખા, કાળી છત્રી, તેલનું દાન કરવુ તેથી જીવનમાં શાંતિ મળશે.
જે લોકોની જન્મકુંડળીમાં શની તથા ચંદ્રનો વિષયોગ હોય શની તથા રાહુનો શ્રાપિત દોષ હોય અથવા સૂર્ય તથા શનિના વિષયોગ હોય શની-મંગળનો અંગારક યોગ હોય આ બધા અશુભ યોગમાંથી કોઈપણ એક યોગ હોય તો પણ શની જયંતીના દિવસે ઉપવાસ રહેવો. શનિદેવની પુજા કરવી હનુમાનજીની પુજા કરવાથી રાહત મળશે.
શનીજયંતિના દિવસે શનીદેવ તથા હનુમાનજીની પુજા કરવાથી બીમારીમાંથી મુક્તિ મળે છે. નોકરી-ધંધા જીવનની મુસીબતો દુર થાય છે.

પુરાણના આધારે જોઈએ તો રાજા વિક્રમાદીત્યને પણ શનિની પનોતી આવવાથી રાજગાદી છોડવી પડેલ. નવરાજાનું પતન થયેલ.
રામ ભગવાને વનવાસ ભોગવેલો તથા રાવણ ઉપર શનિની દ્દષ્ટિ પડતા લંકાનો વિનાશ થયેલ. રાજા હરીચંદ્રને સ્ત્રી પુત્ર રાજપાટ વિયોગ થયેલ હતો.
શનીગ્રહનો બીજ મંત્ર ‘ૐ ખાં ખીં ખૌં સહુ શનેશ્વરાય નમ:’
શાસ્ત્રી રાજદીપ જોષી
(વેદાંત રત્ન) રાજકોટ

Print