www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

શેરબજારમાં એકધારી તેજી:સેન્સેક્સ 270 પોઇન્ટ ઉછળ્યો


સાંજ સમાચાર

રાજકોટ, તા.22
મુંબઇ શેરબજારમાં તેજીનો દોર આગળ ધપતો રહ્યો હોય તેમ ઓલરાઉન્ડ ધૂમ લેવાથી સેન્સેક્સમાં 269 પોઇન્ટનો ઉછાળો નોંધાયો હતો. શેરબજારમાં માનસ સુધારાનું હતું. વિશ્ર્વ બજારોના પોઝીટીવ ટ્રેન્ડનો ટેકો હતો. ચૂંટણીમાં ભાજપને એકલા હાથે 300થી વધુ બેઠકો મળવાના સટ્ટાબજારના દાવાની સારી અસર હતી.

વિદેશી સંસ્થાઓની વેચવાલી છતાં લોકલ ફંડો ચિક્કાર ખરીદી કરતાં હોવાના આંકડાકીય રીપોર્ટ, ભારતીય અર્થતંત્રનો વિકાસ હવે અભૂતપૂર્વ થવાનો રિઝર્વ બેંકનો રીપોર્ટ, ભારતીય શેરબજાર પાંચ ટ્રીલીયન ડોલરે પહોંચ્યાનો અહેવાલ જેવા કારણોથી તેજીને ટેકો મળ્યો હતો. જાણીતા રોકાણકારોના કહેવા પ્રમાણે ચૂંટણી પરિણામોનો સમય જેમ-જેમ નજીક આવતો જશે તેમ તેમ માર્કેટમાં વોલાટીલીટી વધવાનું અનુમાન છે.

શેરબજારમાં આજે સીપ્લા, હિન્દ લીવર, કોલ ઇન્ડિયા, એચડીએફસી બેંક, ભારત ઇલેકટ્રોનિક્સ, રેલ વિકાસ નિગમ, એનએચપીસી, રીલાયન્સ, એશિયન પેઇન્ટસ, ભારતી એરટેલ, ઇન્ફોસીસ, લાર્સન, મારૂતિ, એન્ટીપીસી, પાવર ગ્રીડ વગેરે ઉછળ્યા હતા. સ્ટેટ બેંક, શ્રીરામ ફાઇનાન્સ, હિન્દાલકો, સન ફાર્મા, એક્સીસ બેંક, આઇસીઆઇસીઆઇ બેંક, જેએસડબલ્યુ સ્ટીલ, ટાટા મોટર્સમાં ઘટાડો હતો.

મુંબઇ શેરબજારનો સેન્સીટીવ ઇન્ડેક્સ 269 પોઇન્ટના સુધારાથી 74223 હતો તે ઉંચામાં 74239 તથા નીચામાં 73860 હતો તે નેશનલ સ્ટોક એક્સચેંજનો નિફટી 74 પોઇન્ટના સુધારાથી 22303 હતો તે ઉંંચામાં 22608 તથા નીચામાં 22483 હતો.

 

Print