www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

હમારી છોરિયા, છોરો સે કમ નહીં હૈ ....

આફ્રિકા સામેની ટેસ્ટમાં શેફાલીની ડબલ સેન્ચૂરી : મહિલા ક્રિકેટના ઇતિહાસમાં સૌથી ઝડપી ફટકારી


સાંજ સમાચાર

ચેન્નાઈ,તા.29
દક્ષિણ આફ્રિકાની મહિલા ક્રિકેટ ટીમ ભારતના પ્રવાસે છે. ભારત અને આફ્રિકા વચ્ચે એકમાત્ર ટેસ્ટ મેચ ચેન્નાઈના ચેપોક સ્ટેડિયમમાં રમાઈ રહી છે. ઓપનર શેફાલી વર્માએ શુક્રવારે 28 જૂને પોતાની આંતરરાષ્ટ્રીય કારકિર્દીની પ્રથમ બેવડી સદી ફટકારી હતી. ત્રણેય ફોર્મેટમાં આ તેની પ્રથમ સદીની ઇનિંગ્સ હતી. તેણે 197 બોલમાં 205 રનની ઇનિંગ રમી હતી.

જોકે, શેફાલીએ માત્ર 194 બોલમાં પોતાની બેવડી સદી પૂરી કરી હતી. શેફાલીની ઇનિંગ્સ જોતા દંગલ ફિલ્મનો ડાયલોગ યાદ આવે જ્યારે કોચ આમિર ખાન કહે છે કે મારી છોરિયા, છોરો સે કમ નહિ .. જોગાનુજોગ, આજે જ પુરુષ ક્રિકેટ ટીમ ટી20 વર્લ્ડ કપ ફાઇનલમાં આફ્રિકા સામે રમશે. 

મહિલા ટેસ્ટમાં આ સૌથી ઝડપી બેવડી સદી છે. અગાઉનો રેકોર્ડ ઓસ્ટ્રેલિયાની એનાબેલ સધરલેન્ડના નામે હતો. તે જ વર્ષે, દક્ષિણ આફ્રિકા સામે, તેણે 248 બોલમાં બેવડી સદી ફટકારી અને 256 બોલમાં 210 રન બનાવ્યા.

આ સાથે જ સ્મૃતિ મંધાનાએ પણ 149 રનની સદીની ઇનિંગ રમી હતી. બંને વચ્ચે પ્રથમ વિકેટ માટે રેકોર્ડ બેવડી સદીની ભાગીદારી નોંધાઈ હતી. શેફાલી વર્માએ ટેસ્ટ ઇનિંગ્સમાં સૌથી વધુ 8 સિક્સર અને 23 ફોર ફટકારી હતી. મહિલા ટેસ્ટ ક્રિકેટમાં કોઈ ખેલાડીએ એક ઈનિંગમાં આટલી સિક્સર ફટકારી નથી. તેના પહેલા એક ઇનિંગમાં સૌથી વધુ સિક્સર ફટકારવાનો રેકોર્ડ એલિસ હિલીના નામે હતો.

તેણે ઈંગ્લેન્ડ વિરુદ્ધ એક ઈનિંગમાં 2 સિક્સર ફટકારી હતી. તે જ સમયે, 205 રનની આ ઇનિંગના 140 રન બાઉન્ડ્રીથી આવ્યા હતા. ભારત માટે એક ઇનિંગ્સમાં બાઉન્ડ્રીથી આવતા આ સૌથી વધુ રન હતા.

ભાગીદારીનો રેકોર્ડ : 
મંધાના અને શેફાલીએ દક્ષિણ આફ્રિકા સામે રમાઈ રહેલી મેચમાં પ્રથમ વિકેટ માટે 312 બોલમાં 292 રનની ભાગીદારી કરી હતી. આ ભાગીદારી ટેસ્ટમાં પ્રથમ વિકેટ માટે સૌથી મોટી ભાગીદારી હતી. તેના પહેલા આ રેકોર્ડ પાકિસ્તાનની કિરણ બલોચ અને સાજીદા શાહના નામે હતો. તેઓએ 2004માં વેસ્ટ ઈન્ડિઝ સામે કરાચીમાં 241 રનની ભાગીદારી કરી હતી. ભારત માટે કોઈપણ વિકેટ માટે આ સૌથી મોટી ભાગીદારી હતી.

 

Print