www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

શિખર ધવન હવે ઓટીટી પર હોસ્ટની ઈનીંગ રમશે: નવો ટોક શો લાવશે


એક હોસ્ટ તરીકે શિખરની પસંદ છે દેશમાં કપિલ શર્મા, વિદેશમાં ઓપ્રા વિન્ફે

સાંજ સમાચાર

મુંબઈ: શિખર ધવન એક એવો ક્રિકેટર છે જે લાંબા સમયથી પોતાની પર્સનલ અને પ્રોફેશનલ લાઈફના કારણે ચર્ચામાં છે. ક્રિકેટના મેદાનમાંથી બહાર આવીને શિખર ધવન હવે ઓટીટી પ્લેટફોર્મ પર એક હોસ્ટ તરીકે પોતાનો એક નવો ટોક શો લઈને આવે છે. જયારે શિખરને પૂછવામાં આવ્યું કે તેનો પસંદગીનો હોસ્ટ કોણ છે?

તો તેણે તરત જવાબ આપ્યો કે ઈન્ડીયામાં કપિલ શર્મા અને વિદેશમાં ઓપ્રા વિન્ફે. જો કે મને જાણીતી હોસ્ટ એલેનનો અંદાજ પણ ગમે છે પણ એક હોસ્ટ તરીકે કપિલ શર્માએ મને જેટલો હસાવ્યો છે એટલો બીજા કોઈએ નહીં. તેના તમામ એપિસોડે મારું ખૂબ મનોરંજન કર્યું છે. આમ આદમી સાથે તેનું કનેકટ કમાલનું છે. મને કરણ જોહર પણ પસંદ છે.

ટુંક સમયમાં જ પોતાની બાયોગ્રાફી લઈને આવનાર શિખર છેલ્લે સોનાક્ષીસિંહા અને હુમા કુરેશીની સાથે ‘ડબલ એકસેલ’માં પણ નજરે પડયો હતો. ક્રિકેટ હોય કે અંગત જિંદગી તેણે ઘણા ઉતાર-ચડાવ જોયા છે. વ્યક્તિગત જીવનમાં તે તલાકમાંથી પણ પસાર થયો છે. તેવી સ્ટ્રેન્થના બારામાં તેનું કહેવું છે કે મારી પોઝીટીવ સોચ અને અધ્યાત્મ જ મારી સૌથી મોટી તાકાત છે તેના જોરે જ હું અહીં સુધી પહોંચ્યો છું.

રીલ્સથી આવ્યો હોસ્ટીંગનો આઈડીયા: શિખરે જણાવ્યું હતું કે મારા રોલ્સ ઘણા ફેમસ થતા રહ્યા છે. લોકો મારા રીલ્સને ઘણા પસંદ કરે છે. મને અને મારી ટીમને લાગ્યું કે મારા વ્યક્તિત્વના અન્ય પાસા પણ બહાર આવવા જોઈએ, પછી અમને ‘હવન કરેંગે સે ધવન કરેંગે’ જેવા ટાઈટલ પણ મળી ગયા અને હોસ્ટીંગની વાત બની ગઈ. શિખરે અક્ષયકુમાર, તાપસી પન્નુ, હરભજન સાથે હોસ્ટીંગના અનુભવને વર્ણવતા કહ્યું કે તેમની સાથે ખૂબ મઝા આવી.

 

Print