www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

જૈન ભાજપ અગ્રણી મયુર શાહના પુત્રી રાજવી શાહની ઝળહળતી સિધ્ધી: ઇન્ટીગ્રેટેડ લો નાં 10 માં સેમેસ્ટરમાં સૌથી વધુ માર્ક્સ મેળવ્યા


સાંજ સમાચાર

રાજકોટ:તા 15 
રાજવી મયુરભાઇ શાહ એ ગુજરાત નેશનલ લો યુનિવર્સીટી માથી ઇન્ટીગ્રેટેડ લો અભ્યાસ ના 10 માં સેમીસ્ટર માં સૌથી વધુ માર્કસ અને ગ્રેડ પ્રાપ્ત કરી પુર્ણ કરેલ છે. થ્રુ આઉટ સ્કોલર તરીકે રહી પોતાનો અભ્યાસ પુર્ણ કરેલ છે. સાથો સાથ કંપની સેક્રેટરી માં ફાઉન્ડેશન માં ઓલ ઓવર ઇન્ડીયા માં પંદર માં ક્રમે આવેલ અને તાજેતર માં કંપની સેક્રેટરી ના લાસ્ટ સેમીસ્ટર ની પરિક્ષા આપેલ છે. અને જી એન એલ યુ માં થી અદાણી જેવી ઇન્ડીયા ની નંબર વન કંપની માં પ્લેસમેન્ટ પણ મેળવી લીધેલ છે.

રાજવી મયુરભાઇ શાહ પહેલાથી અભ્યાસ માં ઉતીર્ણ થઈ હમેશા પ્રથમ ક્રમ હાંસલ કરે છે. આ સિદ્ધિ મેળવતા પરિવાર મા હર્ષ ની લાગણી ફેલાઈ ગઈ છે. રાજવીને પરિવાર સ્નેહી જનો, મિત્રો શુભેચ્છા પાઠવી રહ્યા છે.  

Print