www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

જામકંડોરણાના ગજેરા પરિવાર દ્વારા હરિદ્વાર ખાતે શિવકથા યોજાઈ: ભાવીકો રસ તરબોળ


કથાકાર ગીરીબાપુએ કથામૃતનું કરાવ્યુ રસપાન: ધાર્મિક પ્રસંગો તેમજ લોકડાયરા સહિતના સાંસ્કૃતિક કાર્યક્રમો ભવ્યતાથી યોજાયા: પતંજલી યોગપીઠના બાબાદેવજી, રાજેન્દ્રદાસબાપુ સહિતના સંતો-મહંતો અને મહાનુભાવોની ઉપસ્થિતિ

સાંજ સમાચાર

(સાગર સોલંકી/ધર્મેન્દ્ર બાબરીયા દ્વારા)
ધોરાજી તા.24
ધર્મનગરી હરીદ્વાર ખાતે ગંગા મૈયાના પાવન સાનીધ્યમાં મુળ જામકંડોરણા (હાલ સુરત) તેમજ જામકંડોરણાના સમુહલગ્નના મુખ્યદાતા ગજેરા પરિવાર દ્વારા ગૌ.વા. વલ્લભભાઈ ખીમજીભાઈ ગજેરાના સ્મરણાર્થે પૂ. ગીરીબાપુના વ્યાસાસને 781મી ભવ્ય શિવકથા યોજાઈ હતી.

કથા દરમ્યાન પોથીયાત્રા, શ્રવણ મહાત્મ, શિવ પાર્વતી વિવાહ, રૂદ્રાક્ષ મહિમા, લિંગ પ્રાગટય, કાર્તિક ગણેશ પ્રાગટય, ભસ્મ મહિમા, સતી પ્રાગટય, દ્વાદશ જયોતિર્લિંગ કથા, શિવનામ મહીમા સહીતના ધાર્મિક કાર્યક્રમોની ભવ્યતાથી ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે પતંજલી યોગ પીઠના બાબા રામદેવજી, સ્વામી રામદેવ, રાજેન્દ્રદાસ બાપુ સહિતના મહેમાનોની વિશિષ્ટ હાજરી રહી.

આ શિવકથા દરમ્યાન દરરોજ ધાર્મિક કાર્યક્રમોની ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી હતી. આ ઉપરાંત હાલારી લોકડાયરો, રાસગરબા, સાંસ્કૃતિક કાર્યક્રમો, શ્રીનાથજીની ઝાંખી સહિતના કાર્યક્રમો યોજવામાં આવેલ હતા. જેમાં ગુજરાતના નામાંકીત કલાકારોએ હાજર રહેલા મહેમાનો સહિતના લોકોને ડોલાવી દીધા હતા.

આ તકે લોકડાયરો, શ્રીનાથજીની ઝાંખી, સાંસ્કૃતિક કાર્યક્રમ, હાલારી રાસ સહિતના કાર્યક્રમોમાં નામાંકીત કલાકારો જેમાં ગીતાબેન રબારી, બ્રીજદાન ગઢવી, કિર્તીદાન ગઢવી, માયાભાઈ આહિર, જેમીરા ભગત, અલ્પાબેન પટેલ, ગોપાલ સાધુ, અંકીત ખેની સહીતના કલાકારોએ શિવકથા દરમ્યાન યોજાયેલ કાર્યક્રમોમાં લોકોને ડોલાવ્યા હતા. ભાવીકોએ વિશાળ સંખ્યામાં શિવકથાનો લ્હાવો લીધેલ હતો.

આ શિવકથા દરમ્યાન જામકંડોરણા તથા સુરતથી બહોળી સંખ્યામાં ભાવીકોએ હરીદ્વાર ખાતે શિવકથાનો લ્હાવો લઈ ધન્યતા અનુભવેલ હતી. આ શિવકથા દરમ્યાન બહારથી ઉપસ્થિત મહેમાનો, આગેવાનો, હોદેદારો, રાજકીય આગેવાનો, ઉદ્યોગપતિઓ, શિક્ષણવિદો સહીતના લોકોને ગજેરા પરિવારના રમેશભાઈ ગજેરા (ભક્તિ ઈન્ટરનેશનલ સ્કુલ), અલ્પેશભાઈ ગજેરા, યશ ગજેરા, પરસોતમભાઈ ગજેરા (દાસભાઈ) સોમનાથ ઈન્ફ્રાસ્ટ્રકચર, નિકુંજભાઈ ગજેરા, કુંજ ગજેરા, જીતેન્દ્રભાઈ ગજેરા, રાજ ગજેરા, કુશ ગજેરા સહીતના પરિવારજનોએ આવકારેલ હતા અને પ.પૂ. ગીરીબાપુના હસ્તે ઉપેણુ પહેરાવી મોમેન્ટો આપી સન્માનીત કરેલ હતા.

Print