www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

સૌરાષ્ટ્રના ગીર સોમનાથ-જૂનાગઢમાં વાવણી કાર્યના શ્રીગણેશ


બે દિવસથી ધોધમાર વરસાદ વરસતા ધરતી પુત્રોએ વાવણી કરી લાપસીના આંધણ મુકયા: બળદોને તિલક કરી વાવેતર કયુર્ં

સાંજ સમાચાર

રાજકોટ તા.27
 સૌરાષ્ટ્રમાં સારો વરસાદ વરસતા જૂનાગઢ, ગીર સોમનાથ સહિતના પંથકમાં ખેડૂતોએ મગફળીની વાવણી શરૂ કરી છે. આ સાથે ખેડૂતોના ઘરે લાપસીના આંધણ પણ મુકાયા હતા.

 ગીર સોમનાથના ગીરના ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં છેલ્લા બે દિવસથી મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરતા ખેડૂતો ખુશખુશાલ બન્યા છે. ગીર પંથકમાં મેઘમહેર થતા અને વરસાદરૂપી કાચુ સોનુ વરસતા ખેડુતોએ વહેલી સવારથી જ મગફળીનું વાવેતર શરૂ કરી દીધું હતું. ખેડૂતોના કહેવા મુજબ દરેક ગામોના ખેતી કરતા ખેડૂતો આજે વાવણીમાં લાગ્યા છે. સારો વાવણીલાયક વરસાદ થતા હજારો હેકટર જમીનમાં ખેડૂતો દ્વારા વાવણીના શ્રીગણેશ કરાયા છે.

 ખેડૂતોને આશા છે કે આ વર્ષ ચોમાસુ ખુબજ સારૂ રહેશે અને ગીર પંથકમાં પુષ્કળ પ્રમાણમાં મગફળીનું ઉત્પાદન થશે. સારો વરસાદ પાડવાના કારણે ખેડૂતોમાં આનંદ છવાયો છે. હોંશે હોંશે વાવણી કરી રહ્યા છે.

 

Print