www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

મેરા દેશ બદલ રહા હૈ... : એક સમયે આતંકી હુમલાની દહેશત રહેતી અને આર્મીનો સતત પહેરો હતો ત્યાં થયું શૂટિંગ

કાશ્મીરના લાલ ચોકમાં સિંઘમ અગેઈનનું થયું શૂટિંગ : અજય દેવગન અને જેકી શ્રોફનો ફાઇટ સિકવન્સ જોવા સેંકડો લોકો આવ્યા


કાશ્મીરમાં શૂટિંગ અને તે પેહલા રેકોર્ડ બ્રેક થયું વોટિંગ : દેશભરમાથી મુસાફરોની સંખ્યામાં થયો વધારો

સાંજ સમાચાર

શ્રીનગર : 
કલમ 370 નાબૂદ થયા પછી કાશ્મીરમાં શું બદલાયું? જો તમે તાજેતરના મહિનાઓમાં કાશ્મીર ગયા ન હોવ અને આ જાણવા માંગતા હો, તો લોકસભા ચૂંટણી દરમિયાન લાલ ચોકની એક તસવીર જુઓ. ખીણમાં વાતાવરણ કેવી રીતે બદલાઈ ગયું છે તેનો પુરાવો આ વીડિયો જ છે. લાલચોક રોડની બંને બાજુ ભીડ છે.

એક અલગ જ ઉત્સુકતા છે. એટલામાં ખાકી યુનિફોર્મમાં શ્યામ ચશ્માં પહેરેલ પોલીસ અધિકારી પ્રવેશે છે. પાછળ બ્લેક કમાન્ડોની ફોજ હથિયારો સાથે આગળ વધી રહી છે. પોલીસ અધિકારી સાથે એક વ્યક્તિને લઈ જવામાં આવી રહ્યો છે. જે રીતે તે પકડાયો તે સ્પષ્ટ કરે છે કે તે બેડમેન છે. અહી ચાલી રહી છે સિંઘમ અગેનનું શૂટિંગ જેમાં બાજીરાવ સિંઘમ ઉર્ફે અજય દેવગન પોલીસ ઓફિસરના યુનિફોર્મમાં અને જેકી શ્રોફ બેડમેન તરીકે આવી રહ્યો છે.

વાસ્તવમાં, આ સીન ફિલ્મ ’સિંઘમ-3’નું છે જે કાશ્મીરના લાલ ચોકમાં ફિલ્માવવામાં આવ્યું છે. હા, લાલ ચોક. જ્યાં ક્યારેક ધમકીઓ, બહિષ્કાર અને પાકિસ્તાનનો દુષ્પ્રચાર કરવામાં આવતો હતો. 

સિંઘમ અગેઇન શૂટિંગનો 15 સેકન્ડનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. વીડિયો શેર કરતી વખતે સાજિદ યુસુફ શાહે લખ્યું- કાશ્મીરનો લાલ ચોક એક સમયે આતંકી હબ તરીકે કુખ્યાત હતો પરંતુ હવે તે ટુરિસ્ટ હબ અને બોલિવૂડ હબ તરીકે આગળ વધી રહ્યો છે.

હા, તાજેતરના મહિનાઓમાં દેશના ખૂણે-ખૂણેથી લોકો પૃથ્વી પર સ્વર્ગ સમા કાશ્મીર પહોંચી રહ્યા છે. જેમના મનમાં હજુ પણ કોઈ પણ પ્રકારની શંકા હોય તેમણે ફિલ્મનું શૂટિંગ જોયા પછી દૂર કરી દેવું જોઈએ. 2019 પહેલા આ શક્ય નહોતું. 90ના દાયકાથી આતંકવાદ અને કટ્ટરવાદીઓના કારણે ઘાટીનું વાતાવરણ બગડ્યું હતું.  હવે ઘાટીમાં માત્ર ફિલ્મનું શૂટિંગ જ નહીં પરંતુ વોટિંગની પણ ચર્ચા થઈ રહી છે. 

અગાઉ આતંકવાદીઓ અને કટ્ટરપંથીઓના ડરથી લોકો મતદાન કરવા બહાર નીકળતા ન હતા. પરંતુ હવે લોકશાહીમાં વિશ્ર્વાસ મજબૂત થયો છે. ઉત્તર કાશ્મીરના બારામુલ્લા લોકસભા મતવિસ્તારની સમગ્ર દેશમાં ચર્ચા થઈ હતી. અહીં રેકોર્ડ મતદાન થયું છે.

આ મતવિસ્તારમાં 17,32,459 મતદારો છે, જેમાંથી 10,07,636 મતદારોએ મતદાન કર્યું હતું. આ કુલ મતદારોના 58.17 ટકા છે. આ બેઠક પર 1967 પછી સૌથી વધુ મતદાન થયું છે.

 

 

Print