www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

ધ્રાંગધ્રાના વ્રજપર ગામની સીમમાં જુગાર રમતા છ જુગારીઓને રોકડ રકમ 40.200 સાથે ઝડપી લેવાયા


સાંજ સમાચાર

(ફારૂક ચૌહાણ) વઢવાણ, તા. 13
ધાંગધ્રા તાલુકાના વ્રજપર ગામની સીમમાં દશરથસીંહ સુરસીંહની વાડીના શેઢે જુગાર રમાતો તાલુકા પોલીસ છો  જુગારીઓને રોકડ રકમ રૂપિયા 40,200 મુદ્દામાલ સાથે ઝડપી જુગારધારા મુજબનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી..

ધ્રાંગધ્રા તાલુકા પોલીસની ટીમને પેટ્રોલિંગ દરમીયાન વ્રજપર ગામની સીમમાં દશરથસીંહ સુરસીંહ ની વાડીના શેઢે જુગાર રમાતો હોવાની બાતમી મળતા તાલુકા પોલીસ ઇન્ચાર્જ પીઆઈ એન એચ ચુડાસમા, અનિરુદ્ધસિંહ, ભરતભાઈ ચાવડા, સાગરભાઇ,અશ્વિન, ઈસ્માઈલ ખાન મલેક સ્ટાફ સહિત એ દશરથસિંહ સુરસંગસિંહ સરવૈયાની વાડીના શેઢે દરોડો કર્યો હતો.

દરોડા દરમિયાન દશરથસિંહ સુરસંગસિંહ, મહેન્દ્રસિંહ વનરાજસિંહ, અશ્વિન બાબુલાલ, ભાર્ગવ મનુભાઈ, મયુર લવજીભાઈ કાપનીયા, રમેશ કમાભાઈ સહિતનાઓ ઝડપી પાડી રોકડ રૂપિયા એમ કુલ મળી 40.200 રૂપિયા જપ્ત કરી તમામ વિરૂદ્ધ ગુન્હો જુગારધારા મુજબનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. 

Print