www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

સ્વામિનારાયણ ચોક, બજરંગવાડી, રણછોડનગર, નિર્મલા રોડ, ગાંધીગ્રામમાં છ વૃક્ષ અને 20 ડાળીઓ ધસી પડી..


હળવા વરસાદમાં વેસ્ટ ઝોનમાં સૌથી વધુ ડાળીઓ સાફ કરવી પડી : પાણીના ભરાવાની કોઇ ફરિયાદ નહીં

સાંજ સમાચાર

 રાજકોટ, તા. 1
રાજકોટમાં છેલ્લા ર4 કલાકમાં ધીમા વરસાદમાં પણ છ વૃક્ષો અને ર0 જેટલી વૃક્ષની ડાળીઓ પડવાની ઘટના બની છે. જોકે ધીમા વરસાદનું પાણી વહેતુ જતું હોય કયાંયથી વરસાદી પાણીના ભરાવાની ફરિયાદ ન આવ્યાનું જાણવા મળ્યું હતું.

છેલ્લા 24 કલાકમાં રાજકોટ શહેરમાં વર્તમાન સ્થિતિમાં વિવિધ વિસ્તારોમાં કુલ 6 વૃક્ષો અને 20 ડાળીઓ પડતા ફાયર તંત્રએ તે તાત્કાલીક દુર કર્યા હતા. જેમાં સેન્ટ્રલ ઝોનમાં 3 વૃક્ષો (સ્વામિનારાયણ ચોક, પી.ડી.માલવીયા પાછળ અને બજરંગવાડી મેઈન રોડ) અને પાંચ ડાળીઓ, વેસ્ટ ઝોનમાં 11 ડાળીઓ ધસી પડી હતી.

ઈસ્ટ ઝોનમાં 3 વૃક્ષો (રણછોડનગર, કનકનગર બગીચો અને વોર્ડ નં.16ની વોર્ડ ઓફિસ) અને 4 ડાળીઓ પડેલ હતી. આ ઉપરાંત હાથીખાનામાં એક મકાનની દિવાલ પડવાની ફરિયાદ અને ગાંધીગ્રામ અને નિર્મલા રોડ ઉપર ઝાડ પડવાની ફરિયાદ આવતા ફાયર એન્ડ ઇમરજન્સી વિભાગ દ્વારા જરૂરી કામગીરી હાથ ધરવામાં આવી. 

Print