www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

અમેરિકાના રાષ્ટ્રપતિ બાઈડનની સુરક્ષામાં તૈનાત જવાનને લુંટારા લુટી ગયા!


સિક્રેટ સર્વિસ એજન્ટ પોતાની ગાડી લઈને જતો હતો ત્યારે બંદૂકધારીઓએ લુંટ ચલાવી

સાંજ સમાચાર

વોશિંગ્ટન (અમેરિકા) તા.19
અમેરિકામાં જો બાઈડનની સુરક્ષામાં તૈનાત સિક્રેટ સર્વિસ એજન્ટ જ લૂંટાઈ ગયો હતો બંદૂકધારીઓએ કારીગરી કરી દીધી અને લૂંટી લીધો હતો. લૂંટના સમયે સિક્રેટ સર્વિસ એજન્ટ લોસ એન્જિલસમાં બાઈડનનાં એક ફંડરેઈઝિંગ ઈવેન્ટથી ઘરે પરત ફરી રહ્યો હતો.

તેવામાં અમેરિકન સિક્રેટ સર્વિસના જણાવ્યા પ્રમાણે એજન્ટ શનિવારે રાત્રે રસ્તામાં હતો અને તે લગભગ એક કલાકથી ડ્રાઈવ કરી રહ્યો હતો. હવે આ સમયે એક ગેંગે તેનો પીછો કર્યો હોવાના અહેવાલો મળી રહ્યા છે.

અમેરિકન એજન્ટ બાદમાં પોતાની ધૂનમાં જ ગાડી ચલાવી રહ્યો હતો. તેને જરાય જાણ ન થઈ કે એનો પીછો થઈ રહ્યો છે. ત્યારે તકનો લાભ ઉઠાવી બંદૂકધારીઓ તેની પાસે આવ્યો અને લૂંટફાટ કરવા લાગ્યા હતા. જોકે આ સમયે એજન્ટે પણ કોઈપણ પ્રકારનો વિરોધ કર્યા વિના પોતાની પાસે જે જે હતુ તે બધું જ આપી દીધું હતું. હવે આ ઘટના અમેરિકામાં ઘણી વાયરલ થઈ રહી છે કે બાઈડનની સુરક્ષા કરનારી ટીમનો જ અધિકારી પોતાની સુરક્ષા ન કરી શક્યો.

અધિકારીઓએ આ વિસ્તારમાં એજન્ટનો કેટલોક ચોરી થયેલો સામાન પણ જપ્ત કર્યો છે. પોલીસે કહ્યું કે એક સિલ્વર ઈનફિનિટી એફએક્સ 35ને ઘટનાસ્થળથી ભાગતા સ્પોટ કરાઈ હતી. બાઈડન અને પૂર્વ પ્રેસિડન્ટ ઓબામાએ શનિવારે લોસ એન્જિલિસમાં એક સ્ટાર સ્ટડેડ ફંડરેઈઝિંગ ઈવેન્ટનું આયોજન કર્યું હતું, જેમાં બાઈડનના પૂનર્નિવાચન અભિયાન માટે 30 મિલિયન ડોલરથી વધુની રકમ એકઠી કરવામાં આવી હતી.

 

 

Print