www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

દારૂ વેચવાની ના પાડતા માતા પર પુત્રનો હુમલો


ગોંડલમાં લલીતાબેને તેના પુત્ર કમલેશને દારૂ વેચવાની ના પાડતાં ઉશ્કેરાઈ જઈને લાકડી વડે માતા પર હુમલો કર્યો

સાંજ સમાચાર

રાજકોટ તા.24 
ગોંડલમાં રહેતાં લલીતાબેને તેના પુત્ર કમલેશને દારુ વેચવાની ના પાડતાં ઉશ્કેરાય જઈને લાકડી વડે  પુત્રએ હુમલો કર્યો હતો. બનાવ અંગે ગોંડલ સિટી પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.

પ્રાપ્ત વિગત અનુસાર ફરિયાદી લલીતાબેન હરીભાઈ દલસાણીયા (ઉ.વ.50રહે.ભગવતપરા ગેઇટવાળી શેરી નંબર 12/27 ગોંડલ) એ તેના પુત્ર સામે ફરીયાદ નોંધાવી હતી જેમાં જણાવ્યું કે મારે બે દિકરા અને એક દિકરી છે. જેમા સૌથી મોટો દિકરો રવી (ઉ.વ.36) અને નાનો દિકરો કમલેશ (ઉ.વ.28) છે. મારા પતિ સાતેક વર્ષ પહેલા બીમારી સબબ મૃત્યુ પામ્યા હતા.

ગત તા. 22/05/2024 ના રોજ સવારના આશરે નવેક વાગ્યે હું મારા ઘરે હતી. ત્યારે મારો દિકરો કમ્લેશ ઘરે આવેલ. જેથી મે કમલેશને કહેલ કે તુ દારૂ વેચવાના રવાડે ચડી ગયેલ છે. તે સારૂ ન કહેવાય તુ આવા ખરાબ ધંધા બંધ કરી દે તેમ કહેલ. જેથી મારો દિકરો કમલેશ એકદમ ઉશકેરાઇ જઈને મને જેમફાવે તેમ અપશબ્દ બોલવાં લાગેલ.અને લાકડી વડે માર મારવા લાગેલ. દેકારો થતાં  બાજુમાથી મારી દિકરી હંસા દોડીને આવી અને મને છોડાવેલ.

કમલેશ મને કહેલ કે હવે જો મારા સામા બોલ્યા તો હું તમને જાનથી મારી નાખીશ. તેમ કહિ ઘરેથી ભાગી ગયેલ. અગાઉ પણ ગત તા.29/04/2024 ના રોજ કમલેશે દારૂ વેચવા બાબતે મારી સાથે મારામારી કરેલ. ત્યારે ઇજાઓ થતાં હું ગોંડલ સરકારી હોસ્પિટલમા સારવારમાં દાખલ થયેલ હતી. બાદ બે દિવસ પહેલા ફરીવાર હુમલો કરતા માતાએ પુત્ર કમલેશ સામે ગોંડલ સિટી પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી હતી.

 

Print