www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

ખંભાળિયામાં વૃક્ષાોના વાવેતર તથા જતન માટે સોની વપારીઓ સહયોગ આપશે


સાંજ સમાચાર

જામ ખંભાળિયા, તા. 29
ખંભાળિયા શહેર તથા આસપાસના વિસ્તારમાં 2000 વૃક્ષોના વાવેતર માટેના દ્રઢ નિશ્ચય સાથે અવિરત રીતે કામ કરી રહેલું અહીંનું "ગ્રીન ખંભાળિયા" ગ્રુપ વૃક્ષોના ઉછેર તથા માવજત માટે નોંધપાત્ર જહેમત ઉઠાવી રહ્યું છે.

ત્યારે ગતરાત્રે અહીં અહીંના દ્વારકા ગેઈટ વિસ્તારમાં આવેલી શ્રીમાળી સોની જ્ઞાતિની વાડી ખાતે સોની સોના ચાંદી એસોસિયેશન અને સોની સમાજ સાથે ખાસ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું ગ્રીન ખંભાળિયાના અભિયાનને વધુ વેગવંતુ બનાવવા માટે ખંભાળિયા શહેર તથા આસપાસના વિસ્તારોના સોની આગેવાનો તેમજ વેપારીઓ આ મિટિંગમાં ઉપસ્થિત રહ્યા હતા. તેમાં અપીલ કરવામાં આવતા એસોસિયેશન દ્વારા તમામ વેપારીઓના સહયોગથી 100 થી વધુ વૃક્ષો દતક લેવાની ખાતરી આપવામાં આવી હતી. જેને ગ્રીન ખંભાળિયા ગ્રુપના કાર્યકરોએ તેમજ ઉપસ્થિત સૌ કોઈએ આવકારી હતી.         

(ફોટો:- કુંજન રાડિયા)

 

Print