www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

આખી ટુર્નામેન્ટમાં અનેક અપસેટ સર્જનાર અફઘાનિસ્તાનનો સેમી ફાઈનલમાં ધબડકો

દક્ષિણ આફ્રિકા પ્રથમ વખત ફાઇનલમાં પહોચ્યું, અફઘાનિસ્તાનને માત્ર 56 રનમાં ઓલ આઉટ કર્યું, 9 વિકેટે મેચ જીતી


◙ આફ્રિકા અંતે વર્લ્ડ કપ ફાઇનલ સુધી પહોંચી, આ પેહલા ટીમ સાત વખત સેમી ફાઇનલમાંથી બહાર ફેંકાઈ હતી

સાંજ સમાચાર

◙ આજે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે સેમી ફાઇનલમાં ટક્કર,જે જીતશે તે આફ્રિકા સામે ફાઇનલમાં રમશે 

દક્ષિણ આફ્રિકા અફઘાનિસ્તાનને સેમિફાઇનલમાં હરાવીને T20 વર્લ્ડ કપ 2024ની ફાઇનલમાં પહોંચનારી પ્રથમ ટીમ બની ગઇ છે. આ જીત સાથે, દક્ષિણ આફ્રિકાએ પ્રથમ વખત વર્લ્ડ કપની ફાઇનલમાં પ્રવેશ કર્યો અને ટીમ પરના ચોકર્સનો ડાઘ ભૂંસી નાખ્યો. આ પહેલા સાઉથ આફ્રિકાની ટીમ 5 વખત ODI વર્લ્ડ કપ અને 2 વખત T20 વર્લ્ડ કપની સેમીફાઈનલમાંથી બહાર થઈ ચુકી છે.

હવે ફાઇનલમાં પહોંચનારી બીજી ટીમનો નિર્ણય રાત્રે 8 વાગ્યે લેવામાં આવશે. જ્યારે ગયાનાના પ્રોવિડન્સ સ્ટેડિયમમાં ભારત અને ઈંગ્લેન્ડની ટીમો સામસામે ટકરાશે. મેચ થવાની શક્યતાઓ પણ વધી ગઈ છે, કારણ કે વરસાદની શક્યતા ઘટીને 40% થઈ ગઈ છે.

અફઘાનિસ્તાને ત્રિનિદાદના બ્રાયન લારા સ્ટેડિયમમાં ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરી અને 56 રનમાં ઓલઆઉટ થઈ ગઈ. દક્ષિણ આફ્રિકાએ આ લક્ષ્યાંક 1 વિકેટ ગુમાવીને હાંસલ કરી લીધો હતો. રીઝા હેન્ડ્રિક્સે 29 રન બનાવ્યા હતા. 3 ઓવરમાં 3 વિકેટ લેનાર માર્કો જેન્સન મેન ઓફ ધ મેચ બન્યો હતો.

 

અફઘાનિસ્તાન તરફથી ઓમરઝાઈ સિવાય એક પણ ખેલાડી ડબલ ડીજીટમાં ન પહોચ્યું 
T20 વર્લ્ડ કપ 2024ની પ્રથમ સેમિફાઇનલમાં દક્ષિણ આફ્રિકાએ અફઘાનિસ્તાનને 56 રનમાં ઓલઆઉટ કરી દીધું છે. અફઘાનિસ્તાન તરફથી કોઈ બેટ્સમેન મોટી ઇનિંગ રમી શક્યો નહોતો. અઝમતુલ્લા ઓમરઝાઈએ સૌથી વધુ 10 રન બનાવ્યા હતા. તેના સિવાય એક પણ ખેલાડી ડબલ ફિગર પણ પાર કરી શક્યો નથી.

દક્ષિણ આફ્રિકાના માર્કો જોન્સન અને તબરેઝ શમ્સીએ 3-3 વિકેટ લીધી હતી. કાગીસો રબાડા અને એનરિક નોર્ટ્યાએ 2-2 વિકેટ લીધી હતી. 57 રનના સાધારણ ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી માર્કરામ-હેન્ડ્રીક્સ ટીમને ફાજલહક ફારૂકીએ પાંચ રનના સ્કોર પર પ્રથમ ફટકો આપ્યો હતો. તેણે ક્વિન્ટન ડી કોકને બોલ્ડ કર્યો હતો.

આ પછી રીઝા હેન્ડ્રીક્સ અને એઈડન માર્કરામે ચાર્જ સંભાળ્યો. બંને વચ્ચે બીજી વિકેટ માટે 55 રનની અણનમ ભાગીદારી થઈ હતી. ઓપનર હેન્ડ્રીક્સે 29 રન અને કેપ્ટન માર્કરામે 23 રન બનાવ્યા હતા.

 

 

Print