www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

સમગ્ર દેશને આવરી લેતું નૈઋત્ય ચોમાસુ


દેશભરમાં છ દિવસ વ્હેલુ બેસી ગયુ : આજે અને આવતીકાલે અનેક રાજયોમાં રેડ અને ઓરેન્જ એલર્ટ અપાયુ

સાંજ સમાચાર

રાજકોટ, તા. 2
સમય કરતા છ દિવસ વ્હેલુ નૈઋત્ય ચોમાસુ આજથી પૂરા દેશમાં બેસી ગયું છે. આજરોજ ઉતરાખંડ, આસામ અને મેઘાલયમાં ભારે વરસાદનું રેડ એલર્ટ અપાયું છે અને દિલ્હીમાં આવતા સાત દિવસ સુધી વાદળીયુ હવામાન રહેવાની આગાહી કરાઇ છે.

ભારતીય મોસમ વિભાગ (આઇ.એમ.ડી.)નાં જણાવ્યા મુજબ નૈઋત્ય ચોમાસુ આજે રાજસ્થાન, હરિયાણા, પંજાબ અને અન્ય ભાગોમાં આગળ વધ્યું છે. આમ 8 જુલાઇને બદલે ચોમાસુ છ દિવસ વ્હેલુ એટલે કે આજથી સમગ્ર દેશમાં બેસી ગયું છે.

મોસમ વિજ્ઞાન વિભાગે આજરોજ તમામ રાજયોમાં વરસાદનું એલર્ટ જાહેર કર્યુ છે. મોસમ વિભાગે અમુક રાજયોમાં રેડ એલર્ટ તથા અમુક રાજયોમાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યુ છે. 

મોસમ વિભાગના જણાવ્યા મુજબ આજરોજ ઉતરાખંડ, આસામ, મેઘાલયમાં ભારે વરસાદનું રેડ એલર્ટ અપાયુ છે. જયારે ગુજરાત, અરૂણાચલ પ્રદેશ, નાગાલેન્ડ, મણીપુર, મિઝોરમ, ત્રિપુરા, બિહાર, હિમાચલ પ્રદેશ, હરિયાણા, દિલ્હી, પંજાબ, યુ.પી.માં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ અપાયું છે. 
જયારે આવતીકાલ માટે દિલ્હી, યુ.પી., રાજસ્થાન સહિત 10 રાજયોમાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ અને હિમાચલ, એમ.પી., મહારાષ્ટ્ર તથા વિદર્ભ સહિત અન્ય રાજયોમાં યેલો એલર્ટ જાહેર કરવામાં આવેલ છે.

Print