www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

T20 વર્લ્ડ કપ 2024ની ફાઇનલમાં ટીમ ઈન્ડિયાની જીત માટે કાશીમાં વિશેષ ગંગા આરતી, પ્રયાગરાજમાં પૂજા અર્ચના કરાયા


ગંગા દ્વારનું કેમ્પસ ભારત માતા કી જય, ચક દે ઈન્ડિયા, નમામી ગંગેના નાદથી ગુંજી ઉઠ્યું

સાંજ સમાચાર

 પ્રયાગરાજ: તા 29 
ટીમ ઈન્ડિયા T20 વર્લ્ડ કપ 2024ની ફાઇનલમાં પહોંચી ગઈ છે. ટીમ ઇન્ડિયા આજે ટાઈટલની લડાઈમાં દક્ષિણ આફ્રિકા સામે ટકરાશે. આ મેચમાં ભારતની જીત માટે દેશભરમાં પૂજાનો દોર શરૂ થઈ ગયો છે. શુક્રવારે કાશીમાં ભારતની જીત માટે વિશેષ ગંગા આરતી કરવામાં આવી હતી.

પ્રયાગરાજમાં પણ લોકોએ પૂજા અર્ચના કરી અને ભારતીય ટીમની જીત માટે પ્રાર્થના કરી. ભારતે ગુરુવારે ઇંગ્લેન્ડને 68 રને હરાવીને T20 વર્લ્ડ કપની ફાઇનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું છે.

બાર્બાડોસના કેન્સિંગ્ટન ઓવલ ખાતે ટુર્નામેન્ટમાં ભારતની સાથે એકમાત્ર અન્ય અપરાજિત ટીમ દક્ષિણ આફ્રિકાનો સામનો કરશે. ભારત ICC ટૂર્નામેન્ટમાં વર્ષો ના ઇતેઝાર નો અંત લાવવા અને 2007 પછી તેમનો બીજો T20 વર્લ્ડ કપ જીતવાના લક્ષ્ય સાથે મેદાનમાં ઉતરશે. ભારતીય ચાહકો આ મેચને લઈને ખૂબ જ ઉત્સાહિત છે અને તેઓ આશા રાખી રહ્યા છે કે આ વખતે ટીમ ઈન્ડિયા ટ્રોફી સાથે સ્વદેશ પરત ફરશે.

આ મેચ પહેલા કાશીની નમામી ગંગે ટીમે વિશ્વનાથ ધામ સ્થિત ગંગા દ્વાર ખાતે માતા ગંગાની આરતી કરી અને ભારતીય ટીમ માટે પ્રાર્થના કરી. ચાહકોના હાથમાં ભારતીય ક્રિકેટરોની તસવીરો, ક્રિકેટ બેટ અને રાષ્ટ્રધ્વજ જોવા મળ્યો હતો. ગંગા દ્વારનું કેમ્પસ ભારત માતા કી જય ચક દે ઈન્ડિયા, નમામી ગંગે ના નાદથી ગુંજી ઉઠ્યું.

ઉપરાંત પ્રયાગરાજમાં પણ સંગમના કિનારે લોકો ડ્રમ અને વાદ્યો સાથે પ્રાર્થના કરતા જોવા મળ્યા હતા. લોકો ભારતના ઝંડા અને ખેલાડીઓની તસવીરો સાથે એકઠા થયા હતા. હનુમાન ચાલીસાનો પાઠ કર્યો અને ભારતની જીત માટે પ્રાર્થના કરી બંને ટીમોને હરાવીને ફાઇનલમાં પહોંચવા માટે ચાહકો આતુરતાપૂર્વક ફાઇનલ મેચની રાહ જોઈ રહ્યા છે.

 

Print