www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

સૌરાષ્ટ્રમાં શ્રીકાર વર્ષા: દ્વારકાનાં ખંભાળિયામાં વાદળ ફાટયું: 8 ઈંચ


સોરઠના માણાવદરમાં 10, વંથલી-8, વિસાવદર-7 ઈંચ: ધોરાજીમાં અનરાધાર 4 ઈંચ: નદી-નાળાઓમાં ઘોડાપુર: નાના મોટા ચેકડેમો છલકાયા: જળાશયોમાં નવા નીરની આવક: ધરતીપુત્રોમાં આનંદ: અમરેલી, ભાવનગર, જામનગર, જિલ્લામાં 1 થી 3 ઈંચ

સાંજ સમાચાર

રાજકોટ,તા.1
રાજયભરની સાથે સૌરાષ્ટ્ર-કચ્છમાં ચોમાસુ જામી જતાં સર્વત્ર મેઘરાજાએ મહેર કરતા આ વર્ષ સારૂ જવાની ધરતી પુત્રો આશા સેવી રહ્યા છે. ત્યારે રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં મેઘમહેર થતાં નદી-નાળાઓમાં ઘોડાપુર સાથે જળાશયોમાં નવા નીરની આવક થઈ છે છેલ્લા 24 કલાકમાં રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, જામનગર, જિલ્લામાં સર્વત્ર વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક સાથે હવામાં ભેજનાં પ્રમાણ વધારો સાથે હળવો ભારે વરસાદ વરસી રહ્યો છે. દ્વારકા અને જૂનાગઢ, જિલ્લામાં 8 થી 10 ઈંચ વરસાદ વરસતા ખેડૂતોનાં આગોત્તરા વાવેતરને ફાયદો થયો છે.

દ્વારકા:-
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ખંભાળિયામાં ધોધમાર વરસાદના પગલે શહેરના જુદા-જુદા વિસ્તારોમાં ગોઠણડુબ પાણી ભરાયા હતા જનજીવન પ્રભાવીત થયું હતું. સ્ટેશન રોડ, વિસ્તારમાં વૃક્ષ ધરાશાયી થયું હતું. અનરાધાર વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. આ ઉપરાંત દ્વારકામાં પણ ધોધમાર વરસાદ વરસતા ગુરૂદ્વારા, તોતાદ્રી, મઠ, બિરલા પ્લોટ, જલારામ સોસાયટી સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા હતા.દ્વારકા કુલ 201 મી.મી.વરસાદ નોધાયો છે. આ કલ્યાણપુર અને ભાણવડ તાલુકામાં પણ અનરાધાર વરસાદ વરસ્યો હતો કલ્યાણપુરમાં સાડાપાંચ અને ભાણવડમાં દોઢ ઈંચ વરસાદ નોધાયો હતો.દ્વારકા જિલ્લામા ખંભાળિયા 132 મી.મી., કલ્યાણપુર 57 મી.મી દ્વારકા-35 મી.મી. ભાણવડ 20 મી.મી, વરસાદ નોધાયો હતો. દ્વારકા-10 ઈંચ, કલ્યાણપુર 7 ઈંચ, ભાણવડ 6 ઈંચ વરસાદ નોંધાયો છે.

અમરેલી:-
અમરેલી જિલ્લામાં છેલ્લા 24 કલાક દરમિયાન અમરેલી, વડીયા, લાઠી, સાવરકુંડલા, બાબરા, ખાંભા, બગસરા, જાફરાબાદ, રાજુલા તાલુકામાં ધોધમાર સાડા ચાર ઈંચ વરસાદ વરસ્યો હતો. નદી-નાળા વહેતા થયા હતાં.

ભાવનગર:-
ભાવનગર જિલ્લામાં મેઘરાજાએ ધીમીધારે હેત વટઆવ્યું હતું.વલ્લભીપુર-43 મી.મી.ઉમરાળા-41 મી.મી, ભાવનગર-9મી.મી, ઘોઘા-21 મી.મી, સિંહોર-17 મી.મી, ગારીયાધાર 10મી.મી, પાલીતાણા 15 મી.મી, તળાજા 27 મી.મી, મહુવા-34 મી.મી, વરસાદ વરસ્યો હતો.

જૂનાગઢ:- 
જૂનાગઢ જિલ્લામાં મેઘરાજાની ઓળધોળ થતા 3 થી 10 ઈંચ વરસાદ વરસતા નદીઓમાં ઘોઘાપુર સાથે જળાશયોમાં નવા નીર આવ્યા હતા જૂનાગઢ શહેરમાં અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા. વંથલીમાં આંબેલાઘાર-8 ઈંચ, માણાવદર-10 ઈંચ, મેંદરડા-6 ઈંચ, ભેંસાણ, કેશોદ, માળીયા, માંગરોળમાં ત્રણથી ચાર ઈંચ વરસાદ વરસતા ખેતરોમાં પાણી ભરાયા હતા. જળાશયોમાં નવા નીર આવ્યા હતાં.

ધોરાજી:-
રાજકોટ જિલ્લામાં ધોરાજી તાલુકામાં એક જ રાતમાં 4 ઈંચ વરસાદ વરસ્યો હતો.સફારા નદી પરનો નાનો ચેકડેમ ઓવરફલો થયો હતો. ફોફળ ડેમમાં નવા નીર આવ્યા હતાં.

Print