www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

મોરબીના વવાણીયા ખાતે શ્રીમદ રાજચંદ્ર વિદ્યા મંદિર વવાણીયામાં કન્યા કેળવણી મહોત્સવ-પ્રવેશોત્સવ યોજાયો


સાંજ સમાચાર

(જીજ્ઞેશ ભટ્ટ દ્રારા) મોરબી તા.28   
મોરબી જિલ્લાના વવાણીયા ખાતે આવેલી શ્રીમદ રાજચંદ્ર વિદ્યા મંદિર વવાણીયામાં કન્યા કેળવણી મહોત્સવ અને પ્રવેશોત્સવ યોજાયો હતો.જેમાં વવાણીયા ગામની કુલ 4 શાળા (વવાણીયા તાલુકા શાળા અને વવાણીયા કન્યા શાળા, શ્રીમદ રાજચંદ્ર માધ્યમિક શાળા વવાણીયા, ઉચ્ચતર માધ્યમિક શાળા વવાણીયા) અને લક્ષ્મીવાસ પ્રા.શાળા સહિત સંયુક્ત કન્યા કેળવણી મહોત્સવ અંતર્ગત બાલવાટિકા અને ધોરણ-1 અને ધોરણ 9 અને 11 નાં બાળકોને પ્રવેશ આપવામાં આવ્યો હતો.

આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે દર્શનભાઈ ડી.દેસાઈ ઉપસચિવ-પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ-ગાંધીનગર અને સીઆરસી કો-ઓર્ડિનેટર (ખાખરેચી) ગઢીયા જયેશભાઈ, વવાણીયા ગ્રામના સરપંચ રાજાભાઈ, લક્ષ્મીવાસના સરપંચ પ્રાણજીવનભાઇ, શાળામાં સ્કૂલબેગ અને સ્ટેશનરીના દાતા એવા મહેન્દ્રભાઈ શાહ, દિલીપભાઈ મહેતા, આનંદભાઈ પલરેચ્છા, નરેશભાઈ હુબલીવાળા અને ગામના આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતા.

આ પ્રવેશાત્સવમાં ગામનાં વાલીઓ અને બાળકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતા.સ્કુલ મેનેજમેન્ટ કમિટિનાં સભ્યોએ પણ હાજરી આપી હતી.ગત વર્ષમાં સારું પરિણામ લાવનાર વિદ્યાર્થીઓને ઈનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યાં હતા.

સરકારની નમો લક્ષ્મી યોજના, નમો સરસ્વતી યોજના અને જ્ઞાનસેતુ, જ્ઞાન સાધના જેવી પરીક્ષામાં ઉત્તીર્ણ થયેલ બાળકોને શાળા પરિવાર અને દાતા દ્વારા પ્રોત્સાહક ઇનામો આપવામાં આવ્યા હતા.ગામની  આંગણવાડી કેન્દ્રોનાં બાળકો, બાલ વાટીકા અને ધોરણ 1 ,ધોરણ 9 અને 11 મા પ્રવેશ મેળવનાર કુમાર અને ક્ધયાઓને, સ્કૂલ બેગ અને સ્ટેશનરીની વસ્તુઓ  આપી સ્વાગત કરાયું હતુ.

આ પસંગે ઉપસ્થિત ઉપ સચિવ દર્શનભાઈ દેસાઈએ પ્રેરક ઉદબોધન કર્યું હતું.ઊપરાંત શાળામાં વૃક્ષારોપણ તથા અંતમાં આભાર વિધિ શાળાના શિક્ષક દ્વારા કરવામાં આવી હતી.આ કાર્યક્રમને સફળ બનાવવા શાળાનાં તમામ શિક્ષકોએ પૂરી મહેનત કરી હતી.

 

Print