www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

મેકિસકોનાં રેલીમાં એકાએક મંચ તુટતા અફડાતફડી: 9 લોકોના દબાઈ જતા મોત


રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર સહિત અનેક ઘાયલ

સાંજ સમાચાર

મેકિસકો,તા.23

મેક્સિકોના નુએવા લિયોન રાજ્યના સેન પેડ્રો ગાર્જા ગાર્સિયા શહેરમાં નાગરિક આંદોલન પાર્ટીની રેલી દરમિયાન સ્ટેજ તૂટતાં અફરાતફરી મચી ગઇ ગઈ હતી. આ દુર્ઘટનામાં 9 લોકો મૃત્યુ પામ્યા હતા જ્યારે અનેક ઘાયલ થયા હતા. ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. 

પાર્ટીના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર જ્યોર્જ અલ્વારેજ મેનેજે સોશિયલ મીડિયા પર કહ્યું કે એક રાજકીય કાર્યક્રમમાં ભારે પવનને કારણે સ્ટેજ તૂટ્યું હતું. આ દરમિયાન હું પોતે પણ ઈજાગ્રસ્ત થયો હતો. જોકે મારી ટીમના અનેક સભ્યોને ઈજા થઇ છે. તોફાનને કારણે હવે તંત્રએ લોકોને ઘરમાં જ રહેવાની સલાહ આપી છે. 

Print