www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

રિજીયોનલ સાયન્સ સેન્ટર - રાજકોટ(સાયન્સ સિટી) દ્વારા ઉજવાયો સ્ટાર્ટઅપ કાર્નિવલ


સાંજ સમાચાર

રિજીયોનલ સાયન્સ સેન્ટર - રાજકોટ(સાયન્સ સિટી) દ્વારા માઇક્રો, સ્મોલ, અને મીડીયમ, એન્ટરપ્રાઇઝ (MSME) દિવસ નિમિત્તે ’સ્ટાર્ટઅપ કાર્નિવલ’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. આ આયોજન કરી માઇક્રો, સ્મોલ અને મીડીયમ એન્ટરપ્રાઇઝ (MSME) દિવસની ઉજવણી કરવામાં આવી હતી.જેમાં એક્ષપર્ટ સેશન એન્ડ ઇન્ટરએક્શન તથા સ્ટાર્ટ અપએક્ઝીબીશનનું આયોજન કરવામાં આવેલ હતું. કાર્યક્રમમાં, લોકોને ઉદ્યોગસાહસિકતા ક્ષેત્રે કેવી રીતે આગળ વધવું તેના માર્ગદર્શન માટે રાજકોટની ઇન્મેસ્ટા, જે કે વેન્ચર સ્ટુડીયોના ફાઉન્ડરબતથા સી.ઈ.ઓ. જતીન કટારીયાએ ખાસ હાજરી આપી અને પ્રેરણાદાયી સેશન લીધો હતો અને 10 જેટલા સ્ટાર્ટઅપે પ્રદર્શનમાં ભાગ લીધો હતો.

Print