www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

શેરબજારમાં તેજી: સેન્સેકસ 443 પોઈન્ટ ઉછળ્યો


સાંજ સમાચાર

મુંબઈ શેરબજારમાં તેજીનો દોર જારી રહ્યો હતો. નાણાં સંસ્થાઓ તથા ઈન્વેસ્ટરોની ધૂમ લેવાલીને પગલે હેવીવેઈટથી માંડીને રોકડા સુધીના શેરો ઉછળ્યા હતા. વીપ્રો, બજાજ ફાઈનાન્સ, ગ્રાસીમ વગેરે ઉંચકાયા હતા. એનટીપીસી, સ્ટેટ બેંક, આઈશર મોટર્સ, ડો. રેડ્ડી વગેરેમાં ઘટાડો હતો. મુંબઈ શેરબજારનો સેન્સીટીવ ઈન્ડેકસ 443 પોઈન્ટ ઉંચકાઈને 78476 હતો તે ઉંચામાં 79561 અને નીચામાં 78971 હતો. નિફટી 131 પોઈન્ટ વધીને 24141 હતો તે ઉંચામાં 24164 તથા નીચામાં 23992 હતો.

Print