www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

શેરબજારમાં તેજી: નિફટી નવી ટોચે


સેન્સેક્સમાં 300 પોઇન્ટનો ઉછાળો; રેકોર્ડ લેવલથી મામૂલી અંતર રહી ગયું: હેવીવેઇટ શેરો ઉછળ્યા

સાંજ સમાચાર

રાજકોટ, તા.12
શેરબજાર આજે ફરી તેજીના પાટે ચડ્યું હોય તેમ હેવીવેઇટ સહિતના શેરોમાં ધૂમ લેવાલીથી નિફટી નવી ઉંચાઇએ પહોંચ્યો હતો. સેન્સેક્સ રેકોર્ડ લેવલની નજીક પહોંચ્યો હતો.

શેરબજારમાં આજે માનસ તેજીનું બન્યું હતું. આવતા ત્રણ વર્ષ ભારતીય અર્થતંત્રના ડંકા વાગશે અને સૌથી વધુ વિકાસદર રહેવાના વિશ્ર્વ બેંકના રીપોર્ટની સારી અસર થઇ હતી. વિદેશી સંસ્થાઓનું વેચાણ ધીમુ થતાં રાહત હતી. નૈઋત્ય ચોમાસુ ઝડપભેર આગળ વધી રહ્યું છે તે નોર્મલ રહેવાની આગાહી છે ને તેનાથી અર્થતંત્રને વેગ મળવાનો આશાવાદ વ્યકત થતો હતો.

જાણીતા શેરબ્રોકરોના કહેવા પ્રમાણે સંસદના સત્રની જાહેરાત થઇ છે. બજેટ વિશે કોઇ નિર્દેશ નથી એટલે તેના પર વોચ રાખવામાં આવતી હતી. નવી સરકારનું પૂર્ણ બજેટ જુલાઇમાં રજુ થવાનું માનવામાં આવી રહ્યું છે.

શેરબજારમાં આજે બજાજ ફાઇનાન્સ, ભારતી એરટેલ, એચડીએફસી બેંક, જેએસડબલ્યુ સ્ટીલ, લાર્સન, અલ્ટ્રાટેક સિમેન્ટ, એનટીપીસી, પાવર ગ્રીડ, રીલાયન્સ, સ્ટેટ બેંક, ટાટા મોટર્સ, કોલ ઇન્ડિયા, શ્રીરામ ફાઇનાન્સ, આઇશર મોટર્સમાં ઉછાળો હતો. હિન્દ લીવર, ઇન્ફોસીસ, ટીસીએસ, ટાઇટન, મહિન્દ્ર, બ્રિટાનીયામાં ઘટાડો હતો.

મુંબઇ શેરબજારનો સેન્સીટીવ ઇન્ડેક્સ 308 પોઇન્ટના ઉછાળાથી 76764 હતો તે ઉંચામાં 37050 તથા નીચામાં 76553 હતો. અગાઉ સેન્સેક્સે 77079ની ટોચ બનાવી હતી તેને સ્પર્શી શક્યો ન હતો. નેશનલ સ્ટોક એક્સચેંજનો નિફટી 106 પોઇન્ટના ઉછાળાથી 23371 હતો તે ઉંચામાં 23441 તથા નીચામાં 23295 હતો. નિફટીમાં આજે ઇન્ટ્રા-ડે નવી ઉંચાઇ બની હતી.

 

 

Print