www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

થાનગઢ પાલિકા વિસ્તારની સ્ટ્રીટ લાઇટો બંધ


સાંજ સમાચાર

થાનગઢ નગરપાલિકા વિસ્તારની અંદર એકાદ વર્ષ પહેલા જ 1 કરોડ રૂપિયાના ખર્ચે થાનગઢ મ્યુનિસિપલ હાઈસ્કૂલથી થાનગઢ ચોટીલાના ગેટ સુધી સ્ટ્રિટલાઈટ નાખવામાં આવી હતી. પરંતુ હાલ મોટા ભાગની સ્ટ્રિટલાઇટો બંધ છે.

થાનગઢ નગરપાલિકાની અંદર છેલ્લા 1 વર્ષથી પણ વધારે સમયથી વહીવટદાર શાસન હોવાથી કોઈપણ પ્રકારના પ્રશ્ન બાબતે પ્રજાને ધ્યાન દેવામાં આવતો નથી. થાનગઢ મોટાભાગના વિસ્તાર અંધારપટમાં ફેલાઈ ગયા છે.

થાનગઢ કોંગ્રેસના પ્રમુખ મંગળુ ભગતે જણાવ્યું હતું કે મોટા ભાગની લાટો બંધ હાલતમાં જ હોય છે. તમામ લાઈટો ફરીથી ચાલુ કરવાની માંગ કરવામાં આવે છે જો નહીં કરવામાં આવે તો આની સામે આંદોલન પણ કરવામાં આવશે. 

Print