www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

ભારત પર અડગ ભરોસો: પન્ટરો કમાઈ ગયા


સતત ઉતાર ચડાવ વચ્ચે ભાવ 0.08 પૈસા થઈ ગયો હતો: અંતે બુકીઓએ રોવાનો વારો આવ્યો

સાંજ સમાચાર

અમદાવાદ,તા.1
ટી 20 વર્લ્ડ કપમાં ભારત-સાઉથ આફ્રિકાની ફાઈનલ મેચમાં સટ્ટાબજાર ગરમાયું હતું. શરૂઆતમાં સટ્ટાનો ભાવ ખૂલ્યો ત્યારે 0.50 પૈસે ભારત ફેવરીટ હતું. ત્યારબાદ સટ્ટાના બોર્ડ પર વારંવાર ફેવરિટ ટીમ બદલાતી રહી હતી. એક તબકકે 16મી ઓવરમાં સાઉથ આફ્રિકાની જીતનો ભાવ 0.08 પૈસા આવી ગયો હતો ત્યારે દેશપ્રેમના કારણે લોકોએ ભારત જીતશે તેના પર અબજોનો સટ્ટો રમ્યા હતા અને અંતે ભારતની જીત થતા પન્ટરો કમાયા હતા. જયારે બુકીઓએ રાતા પાણીએ રોવાનો વારો આવ્યો હતો.

ભારત-સાઉથ આફ્રિકાની મેચ પહેલા જ સટ્ટાના ભાવો ખૂલ્યા હતા. જેમાં ટોસ પહેલા જ ભારતનો ભાવ 0.50 પૈસા (ફેવરિટ) ખૂલ્યો હતો. ટોસ જીત્યા બાદ ભારતે બેટિંગ પસંદ કરી હતી અને પહેલી બે ઓવરમાં જ ભારતે 23 રન થઈ ગયા હતા. જેના પગલે ભારતનો ભાવ 0.22 પૈસા થઈ ગયો હતો.

પરંતુ ત્યારબાદ રોહિત શર્મા સહિતના સ્ટાર ખેલાડીઓની વિકેટ પડતા ભારતનો ભાવ વધી 0.90 પૈસા સુધી ગયો હતો અને થોડીવારમાં બોર્ડ પર આફ્રિકા આવી ગયું હતું. જોકે વિરાટ કોહલી-અક્ષર પટેલે બાજી સંભાળી લેતા ભારત ફરી બોર્ડ પર આવ્યું હતું અને ભારતનો ભાવ 0.55 પૈસાની આસપાસ રહ્યો હતો.

એક તબકકે ભારતની બેટિંગ પૂરી થઈ ત્યારે 0.51 પૈસા ભારતનો ભાવ રહ્યો હતો. જેના કારણે લોકોએ ભારત જીતશે તેના પર પુષ્કળ સટ્ટો રમ્યો હતો. બીજી તરફ સાઉથ આફ્રિકાની બેટિંગ શરૂ થયા બાદ બે વિકેટ ઝડપી પડતા ભારતનો ભાવ 0.30 પૈસા સુધી ગયો હતો. ત્યારબાદ સાઉથ આફ્રિકાના બેટ્સબેનોએ બાજી સંભાળતા ભાવ ધીરે ધીરે ઉપર આવ્યો હતો. આમ છતા બોર્ડ પર ભારત 14મી ઓવર સુધી ફેવરિટ રહ્યું હતું.

જોકે, અક્ષર પટેલની 15મી ઓવરમાં કલાસને 24 રન માર્યા હતા. જેના કારણે છેલ્લા 30 રન જીતવા માટે સાઉથ આફ્રિકાને જોઈતા હતા. અક્ષર પટેલની ઓવર બાદ સાઉથ આફ્રિકા બોર્ડ પર આવી ગયું હતું. અને છેલ્લી પાંચ ઓવર દરમિયાન એક તબકકે સાઉથ આફ્રિકાની જીતનો ભાવ 0.08 પૈસા આવી ગયો હતો.  આમ છતાં દેશ પ્રેમના કારણે હજારો લોકોએ 0.08 પૈસા ભારત જીતશે તેવા સોદા કર્યા હતા.

એટલે જો ભારત હારે તો 1000 સામે 80 રૂપિયા જાય અને જીતે તો 80 સામે 1000 રૂપિયા જીતે. આ દરમિયાન હાર્દિક પંડયાની ઓવરમાં કલાસનની વિકેટ પડી હતી અને ધીરે ધીરે ભારત બોર્ડ પર આવ્યું હતું. ભારતના બોલરોએ સારી બોલીંગ કરતા ફરી ભારત બોર્ડ પર આવ્યું હતું. જેના કારણે જેમણે ભારત પર સટ્ટો રમાડયો હતો તે સોદા પર અડગ રહ્યા હતા. અંતે છેલ્લી ઓવરમાં ભારતે જીતે મેળવી લીધી હતી. જેથી પન્ટરો કમાયા હતા અને બુકીઓને રાતા પાણીએ રડવાનો વારો આવ્યો હતો.

Print