www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

2019ની સરખામણીએ 2024ની ચૂંટણીમાં રાજકોટ જીલ્લા ભાજપ સંગઠનની યશસ્વી કામગીરી


જીલ્લાના 85% બુથોમાં ભાજપને સરસાઈ

સાંજ સમાચાર

રાજકોટ:તા 18 
લોકસભા 2024ની ચૂંટણીમાં રાજકોટ જીલ્લા ભાજપનું સંગઠન વેગવંતુ સાબિત થયું છે. જેની ઝલક ગત 1 વર્ષના જીલ્લા અધ્યક્ષ અલ્પેશભાઈ ઢોલરીયાના કાર્યકાળમાં થયેલા કાર્યક્રમમાં જોવા મળે છે. જેમાં ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ દ્વારા આપવામાં આવેલા દરેક કાર્યક્રમોમાં રાજકોટ જીલ્લો અવ્વલ નંબરે રહ્યો છે.

જેમાં બુથ સશક્તિકરણ, મન કી બાત, લાભાર્થી સંપર્ક અભિયાન,ઘર ઘર સંપર્ક અભિયાન, વિકસિત ભારત સંકલ્પ યાત્રા જેવા અનેક કાર્યક્રમોમાં જીલ્લાનું સંગઠન મોખરે રહ્યું છે. જે ખરેખર બુથ સ્તર સુધી પેઇઝ સમિતિ, બુથ સમિતિ, શક્તિ કેન્દ્રના પ્રમુખ-પ્રભારી, મંડલ રચના અને મંડલ પ્રભારીના માધ્યમથી જીલ્લાની ટીમ સતત કાર્યશીલ રહી ગત 2019 લોકસભા ચૂંટણીમાં જીલ્લાના 1438 બુથો પૈકી 517 બુથમાં ભારતીય જનતા પાર્ટીને ખાધ ગયેલી હતી,જેની સરખામણીએ 2024ની લોકસભાની ચૂંટણીમાં 284 બુથ રીકવર કરી માત્ર 233 બુથોમાં ખાધ, જીલ્લાના તમામ 17 મંડલોમાં જંગી સરસાઈ સાથે જીલ્લાની તમામ 36 જીલ્લા પંચાયત સીટોમાં વિષમ અને વિપરીત પરિસ્થિતિ, અનેક પડકારો વચ્ચે વિક્રમજનક સરસાઈ મેળવી.

જીલ્લા ભાજપની સંગઠન ટીમે પ્રભારી ધવલભાઈ દવેના સુચારુ માર્ગદર્શન અને જીલ્લા ભાજપના યશસ્વી અધ્યક્ષ અલ્પેશભાઈ ઢોલરીયાના ઉત્તમ નિર્ણયો અને નેતૃત્વ હેઠળ જીલ્લા મહામંત્રી ઓ નરેન્દ્રસિંહ જાડેજા, હરેશભાઈ હેરભા, રવિભાઈ માંકડિયા, જીલ્લા સંગઠન ટીમના પ્રયાસો થકી જીલ્લા સંગઠનનો વ્યાપ વધાર્યો છે. 

Print