www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

સોમનાથની ધરતી પર સાત સુરોના સરનામે સુગમ સંગીત રજુ કરાયું


સાંજ સમાચાર

વેરાવળ: ગુજરાત રાજ્ય સંગીત નાટ્ય અકાદમીના આર્થિક સહયોગથી સોમનાથની ધરતી પર સુગમ સંગીત કાર્યક્રમ "સાત સુરોના સરનામે "નાદ બ્રહ્મ સંગીતાલય દ્વારા રજૂ થયો હતો. આ કાર્યક્રમમાં જુનાગઢ અને ગીર સોમનાથના કલાકારો અને અમદાવાદથી પધારેલા આંતરરાષ્ટ્રીય કલાકાર નયનભાઈ પંચોલી એ સુંદર મજાની રચનાઓ રજૂ કરી લોકોને સુગમ સંગીતમાં રસ તરબોળ કર્યા હતા. આ કાર્યક્રમમાં ઝવેરીભાઈ ઠકરાર, હરેશ મકવાણા, ગીર સોમનાથ યુવા વિકાસ અધિકારી રાજુભાઈ ભટ્ટ, વિપુલભાઈ ત્રિવેદી, રાજુભાઈ પુરોહિત, ડો.નીનાબેન ડાભી, ડો.નિશાબેન ગોહેલ, ડો.નીતિન ગોહેલ, વેરાવળના સંગીત પ્રેમીઓએ બહોળી સંખ્યામાં આ સુગમ સંગીતનો લાભ લીધો હતો.

ઘણાં બીજા કલાકારોમાં ખુશાલી બક્ષી સાગર રાઠોડ દર્પિત દવે ધ્વનિત ત્રિવેદી સુશીલા શાહ કાનભાઈ સોલંકી સુનિલ સોલંકી સંદીપ ચાવડા કિશન જેઠવા રિદ્ધિ પરમાર સરિતાબેન હિરલ મેર વાદકો.ગૌરવ ભટી નફિસ દરોગ જપન બક્ષી ચિંતન લાઠીગરા હાર્દિક ચાવડા નિખિલ ચાવડા અનિકેત પરમાર આ કાર્યક્રમ સોમનાથની ધરા પરથી નાદ બ્રહ્મ સંગીતાલય દ્વારા ખૂબ જ સારી રીતે પૂર્ણ થયો હતો. ડો. નિશાબેન ગોહેલ દ્વારા મોમેન્ટો આપી તમામ કલાકારોને અભિભાવિત કરાયા હતા. નાદબ્રહ્મ સંગીતાલયના ચિરાગ સોલંકીએ પોતાના સુમધુર સૂરોમાં લોકોને ભીંજવ્યા હતા. કાર્યક્રમનું રસસભર સંચાલન દીપક નિમાવત અને નેહલ પ્રચ્છક દ્વારા કરવામાં આવેલ છે. 
(તસ્વીર: મીલન ઠકરાર વેરાવળ)

Print