www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

માતાએ મકાન ખાલી કરવા દબાણ કરતા સગીર પુત્રનો આપઘાતનો પ્રયાસ


માંડા ડુંગરમાં રહેતા 16 વર્ષના ક્રિશે ફીનાઈલ પી લેતા સારવારમાં ખસેડાયો

સાંજ સમાચાર

રાજકોટ તા.23
 માંડા ડુંગરમાં અલગ રહેતી માતાએ મકાન ખાલી કરવા બાબતે દબાણ કરતા 16 વર્ષના સગીર પુત્રએ ફીનાઈલ પી આપઘાતનો પ્રયાસ કરતા સારવારમાં ખસેડાયો હતો.
 

પ્રાપ્ત વિગત મુજબ માંડા ડુંગરમાં સદગુરૂ પાર્કની બાજુમાં રહેતો ક્રિશ મહેશભાઈ ગળચર (ઉ.16)એ ગઈ રાત્રીનો પોતાના ઘરે હતો ત્યારે ફીનાઈલ પી આપઘાતનો પ્રયાસ કરતા સારવારમાં સીવીલ હોસ્પીટલમાં ખસેડાયો હતો. બનાવ અંગે સીવીલ ચોકીના સ્ટાફે આજી ડેમ પોલીસને જાણ કરી હતી. વધુમાં મળેલ વિગત મુજબ સગીરના પિતાનું 10 માસ પહેલા અવસાન થયેલ હોય જે બાદ તેમની માતાએ અન્ય વ્યકિત સાથે લગ્ન અલગ રહેવા જતી રહેલ હતી. જે બાદ તે ત્રણ ભાઈઓ સાથે રહેતા હતા. જે મકાન ખાલી કરવા માટે તેમની માતા અવારનવાર દબાણ કરતી હોય જેથી કંટાળીને પગલું ભર્યાનું પ્રાથમીક તારણ બહાર આવ્યું હતું.

Print