www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

સ્વામિનારાયણ મુખ્ય મંદિરે બિરાજતા દેવોને રંગબેરંગી પુષ્પોના અલૌકિક દિવ્ય શણગાર


સાંજ સમાચાર

રાજકોટ સ્વામિનારાયણ મુખ્ય મંદિર ખાતે આજે પૂનમના પવિત્ર દિવસે મંદિરના મહંત શાસ્ત્રી પૂ. રાધારમણદાસજી સ્વામીના માર્ગદર્શન હેઠળ સંતો, પૂજારીઓ તેમજ હરિભક્તો દ્વારા મંદિરમાં બિરાજતા લક્ષ્મીનારાયણ દેવ, ઘનશ્યામ મહારાજ, હરિકૃષ્ણ મહારાજ સહિતના આદિક દેવોને ગુલાબ, મોગરો, અર્ચિત, ટગર જેવા વિવિધ ફુલો દ્વારા અલૌકિક મનમોહક અને દિવ્ય શણગાર કરવામાં આવ્યા છે.

જેના દર્શન કરી ભક્તોએ ધન્યતા અનુભવી છે. અહીં સતત બે માસથી ફૂલોના શણગાર કરવામાં આવી રહ્યા છે.

Print