www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

દેવભૂમિ દ્વારકામાં બોર્ડની પૂરક પરીક્ષાનો પ્રારંભ: 36 વિદ્યાર્થીઓ ગેરહાજર


સાંજ સમાચાર

(કુંજન રાડીયા)      

જામ ખંભાળિયા, તા.25

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા એસ.એસ.સી. અને એચ.એસ.સી. સામાન્ય પ્રવાહ તથા વિજ્ઞાન પ્રવાહની પૂરક પરીક્ષાનો સોમવારથી પ્રારંભ થયો છે.

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા યોજાઇ રહેલી ધોરણ 10 અને 12 ની પૂરક પરીક્ષાઓ અંગે જિલ્લા શિક્ષણાધિકારી કચેરી દ્વારા જારી કરવામાં આવેલા અહેવાલો મુજબ ધોરણ 10 માં ગુજરાતી વિષયમાં 46 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી અને 17 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા. જ્યારે અંગ્રેજી વિષયમાં 5 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. આમ ધોરણ 10 ની પૂરક પરીક્ષામાં 51 વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. જ્યારે 17 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા.

  ધોરણ 12 સામાન્ય પ્રવાહની પૂરક પરીક્ષામાં આંકડાશાસ્ત્ર વિષયમાં ગુજરાતી માધ્યમમાં 89 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી અને 17 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા. જ્યારે અંગ્રેજી માધ્યમમાં 4 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી અને 2 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા. આમ, ધોરણ 12 સામાન્ય પ્રવાહની પૂરક પરીક્ષામાં 93 વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. જ્યારે 19 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા.

Print