www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

પુરવઠા મંત્રી ભીખુસિંહ પરમારને ‘બ્રેઈન સ્ટ્રોક’


ગાંધીનગરમાં ઘરે ચા-નાસ્તો કરતી વેળા અચાનક બ્લડપ્રેશર વધી ગયું

સાંજ સમાચાર

ગાંધીનગર,તા.19

રાજ્ય કક્ષાના પુરવઠા મંત્રી ભીખુસિંહ પરમારની તબિયત લથડી છે. 70 વર્ષીય ભીખુસિંહ ગાંધીનગર સ્થિત નિવાસસ્થાને સવારે ચા-નાસ્તો કરી રહ્યા હતા ત્યારે એકાએક બ્લડ પ્રેશર વધી જતા તેઓને તાત્કાલિક યુએન મહેતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ભીખુસિંહને બ્રેઇન ફેબ્રુઆરીમાં કૃષિમંત્રી રાઘવજી પટેલને આવ્યો હતો બ્રેઇન સ્ટ્રોક સ્ટ્રોક આવેલ હોવાનું જાહેર થયુ હતું. આ પહેલા 10 ફેબ્રુઆરી, 2024ના રોજ રાજ્યના કૃષિ મંત્રી રાઘવજી પટેલને માઈનોર બ્રેઈન સ્ટ્રોક આવ્યો હતો.

જેથી તેઓને રાજકોટની સિનર્જી હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેઓને આઈસીયુમાં સારવાર આપવામાં આવી હતી. જામનગરના પસાયા બેરાજામાં ’ગામ ચલો અભિયાન’ કાર્યક્રમમાં હતા તે દરમિયાન રાત્રે તેઓને માઈનોર બ્રેઈન સ્ટ્રોક આવ્યો હતો. 19 દિવસ સુધી સારવાર લીધા બાદ તેમને 29 ફેબ્રુઆરીના રોજ હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા.

Print