www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

સુરેન્દ્રનગર જીલ્લાનું તાપમાન 45.9 ડિગ્રી : લોકો ત્રાહિમામ


24 કલાકમાં 11 લોકોને હિટસ્ટ્રોક લાગતા સારવાર અપાઇ : બપોરના સમયે બહાર ન નીકળવા તંત્રની અપીલ : તમામ સરકારી હોસ્પિટલોમાં ટીમો તૈનાત કરાઇ

સાંજ સમાચાર

(ફારૂક ચૌહાણ) વઢવાણ, તા. 24
સુરેન્દ્રનગર જિલ્લો આ વર્ષનો ઉનાળો જતા જતા ગરમીનો પ્રકોપ વરસાવી રહ્યો છે. ત્યારે 5 દિવસ રાજ્યમાં પ્રથમ રહેનારૂ સુરેન્દ્રનગર અમદાવાદ બાદ બીજા ક્રમે રહ્યું હતું. જ્યારે આ સિઝનનું સૌથી વધુ તાપમાન ગુરૂવારે નોંધાયું હતું. આમ આ સિઝનમાં ગરમ દિવસ રહેવાનો રેકોર્ડ 5 દિવસમાં ચોથીવાર તૂટ્યો છે.

ઝાલાવાડમાં ગુરૂવારે લઘુતમ તાપમાન 29.4 અને મહત્તમ તાપમાન 45.9 ડિગ્રી રહ્યું હતું. આમ બુધવાર સિઝનનો સૌથી ગરમ દિવસ હતો. પરંતુ ગુરૂવારે 0.1 ડિગ્રી વધવા સાથે તા.23-5-2024 આ વર્ષમાં ઉનાળાની સિઝનનો સૌથી ગરમ દિવસ બની ગયો છે. સુરેન્દ્રનગર શહેર અને જિલ્લા અને તેના તાલુકા મથકોએ જ્યારે ગરમી આહાકાર સર્જ્યો છે અને લોકો અકળાય ઊઠ્યા છે અને ઘરમાં પણ ન રહી શકે એવો તાપમાનનો પારો વધી રહ્યો છે.

ત્યારે સુરેન્દ્રનગર સરકારી હોસ્પિટલોમાં ઇસ્ટોક લાગવાના કારણે દર્દીઓને તાત્કાલિક સારવાર મળી રહે તેવા આશ્રય સાથે ખાસ વોર્ડ ઉભો કરવામાં આવ્યો છે અને તાત્કાલિક અસરે હીટ જેવું લાગે તેવા વ્યક્તિઓને સારવાર મળે તેવા આશ્રય સાથે સરકારની તંત્ર દ્વારા સંપૂર્ણપણે તૈયારીઓ રાખવામાં આવી છે.

સુરેન્દ્રનગર શહેરમાં લોકોને બહાર ન નીકળવા માટેની સરકારી તંત્ર દ્વારા જાહેર અપીલ કરવામાં આવી છે અને સુરેન્દ્રનગર શેર  ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે સુરેન્દ્રનગર દુધરેજ વઢવાણ નગરપાલિકાઓ દ્વારા જાહેર રસ્તા ઉપર ગરમીથી લોકોને રાહત મળે તેવા આશરે સાથે ટેન્કરો દ્વારા પાણીનો સતત મારો પણ બપોરે તેમ જ સાંજે અને સવારે ચલાવવામાં આવી રહ્યો છે જેના કારણે લોકોને ગરમી અને લુ લાગવાની ઘટનાઓમાં થોડી સામાન્ય રીતે રાહત મળે તેવા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે.

જ્યારે 24 કલાકમાં હીટ સ્ટોક લાગવાના કારણે 11 થી વધુ લોકોએ સાર્વજનિક હોસ્પિટલમાં સારવાર લેવાની ફરજ પડી છે અને હાલમાં સુરેન્દ્રનગર જિલ્લાના તેના તાલુકા મથકોએ ગરમી એ ભારે હાહાકાર સર્જ્યો છે ત્યારે સામાન્ય જનજીવન ઉપર પણ મોટી અસર વર્તાઈ રહી છે ત્યારે 47 ડિગ્રી અને વટાવીને ગરમીનો અહેસાસ જોવા મળી રહ્યો છે ત્યારે ગઈકાલે રણનો પારો 50 ડિગ્રીએ પહોંચી જવા પામ્યો છે ત્યારે સરકારી તંત્રમાં પણ ભારે ચિંતાનો વિષય બન્યો છે.

Print