www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

અમદાવાદમાં અપહરણ અને ખંડણીના ગુનામાં ફરાર સત્યમ પાર્કનો સુરેશ ઉર્ફે ભુરો ઝડપાયો


ક્રાઇમ બ્રાન્ચની ટીમે ચુનારાવાડ ચોકથી આરોપીને પકડી કાયદેસરની કાર્યવાહી કરી : સુરેશ પર અગાઉ હત્યાના પ્રયાસ સહિતના ગુના નોંધાયેલ છે

સાંજ સમાચાર

રાજકોટ, તા. 22
અમદાવાદના બોપલ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ અપહરણ, ખંડણી અને મારામારીના ગુનામાં ફરાર સત્યમ પાર્કના સુરેશ ઉર્ફે ભુરાને ક્રાઇમ બ્રાંચે ચુનારાવાડ ચોક પાસેથી પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. 

પ્રાપ્ત વિગત મુજબ ક્રાઇમ બ્રાન્ચના પીઆઇ એમ.આર.કુંડલીયાની રાહબરીમાં પીએસઆઇ ડી.સી.સાકરીયા ટીમ સાથે પેટ્રોલીંગમાં હતા ત્યારે સ્ટાફને મળેલ ચોકકસ બાતમીના આધારે અમદાવાદના બોપલ પોલીસ મથકના ગુનામાં ફરાર સુરેશ ઉર્ફે ભુરો અરજણ જોગાવા (રહે. સત્યમ પાર્ક શેરી નં. પ, આજી ડેમ ચોકડીથી આગળ)ને ચુનારાવાડ ચોક પાસેથી દબોચી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

ઉલ્લેખનીય છે કે આરોપી વિરૂધ્ધ બોપલ પોલીસ મથકમાં અપહરણ, મારામારી અને ખંડણી સહિતની કલમ હેઠળ ગુનો નોંધાયો હતો. તેમજ આરોપી વિરૂધ્ધ રાજકોટ શહેરના અલગ અલગ પોલીસ મથકમાં હત્યાનો પ્રયાસ, મનીલેન્ડ, મારામારી, જુગાર સહિતના અનેક ગુના નોંધાયેલા છે.

 

 

Print