www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

સૂર્ય તિલક


સાંજ સમાચાર

ગાંધીનગર-કોબામાં મહાવીર જૈન આરાધના કેન્દ્રના શ્રમણ ભગવાન મહાવીર ‘સ્વામી જિનાલયમાં મુળનાયકરૂપે મહાવીર સ્વામી બિરાજમાન છે. ગઇકાલે દર વર્ષની જેમ બપોરના 2.07 મિનિટે વીરપ્રભુના લલાટ પર સૂર્યના કિરણો ઝળહળી ઉઠયા હતા.

જેના દર્શન માટે મોટી સંખ્યામાં ભાવિકો આવી પહોંચ્યા હતા. બુધ્ધિસાગરસૂરી સમુદાયના  મહાન જૈનાચાર્ય શ્રી કૈલાસસાગરસૂરીજી મ. તા. 22મી મેના બપોરે 2.07 કલાકે કાળધર્મ પામેલા હતા.

તેમની સ્મૃતિમાં ખગોળ અને ગણિતના સંયોજનથી વીરપ્રભુના લલાટે સૂર્યના કિરણોના દર્શન થાય છે. આ ઘટના વર્ષમાં તા. 22મીના જ સર્જાય છે.

Print