www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

ટી-20 વર્લ્ડકપ: ભારત-દક્ષિણ આફ્રિકા વચ્ચે કાલના ફાઈનલમાં વરસાદનું જોખમ


રિઝર્વ ડે છે પણ તે દિવસે પણ મેચ ન રમાય તો ?

સાંજ સમાચાર

ગયાના,તા.28
આઈસીસી ટી20 વર્લ્ડ કપ 2024ની ફાઈનલ મેચ 29 જૂનના રોજ રાત્રે 8 વાગ્યાથી (ભારતીય સમયાનુસાર) બાર્બાડોસના કેન્સિંગ્ટન ઓવલમાં ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે રમાવાની છે. ત્યારે આ મેચ પહેલા ક્રિકેટ ફેન્સ માટે એક ખરાબ સમાચાર સામે આવી રહ્યા છે. માહિતી મળી રહી છે કે, 29 જૂનના રોજ બાર્બાડોસમાં વરસાદની સંભાવના છે. 

એક્યૂવેધરના રિપોર્ટ પ્રમાણે, બાર્બાડોસમાં 29 જૂનના રોજ વરસાદની સંભાવના 78 ટકા છે. સ્થાનિક સમયાનુસાર મેચ સવારે સાડા દસ વાગ્યાથી શરૂ થવાની છે. બાર્બાડોસમાં સવારે 3 થી 10 વાગ્યા સુધી 50 ટકા વરસાદની સંભાવના છે,

જ્યારે 11 વાગ્યે તોફાન સાથે વરસાદની સંભાવના 60 ટકા છે. 12 થી 3 વાગ્યા દરમિયાન વરસાદની સંભાવના 40 ટકાથી ઓછી છે. આ રિપોર્ટ પ્રમાણે, મેચ દરમિયાન વરસાદની ખૂબ જ સંભાવના છે.

આઈસીસી દ્વારા ફાઈનલ મેચ માટે રિઝર્વ ડે રાખવામાં આવ્યો છે. જો મેચ 29 જૂનના રોજ પૂર્ણ નહીં થાય તો 30 જૂનના રોજ મેચ રમાશે. જો આ મેચ રિઝર્વ ડે પર પણ પૂર્ણ થઈ શકશે નહીં તો બંને ટીમોને સંયુક્ત રીતે વિનર જાહેર કરવામાં આવશે.

Print