www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

ટી-20 વર્લ્ડ કપ : ઇંગ્લેન્ડની સુપર-8માં પ્રથમ જીત : વિન્ડીઝને 8 વિકેટે હરાવ્યું


સોલ્ટ અને બેરસ્ટોની સ્ફોટક બેટીંગ : 181 રનનો જીતનો ટાર્ગેટ માત્ર 17.3 ઓવરમાં હાંસલ કરી લીધો

સાંજ સમાચાર

બાર્બાડોસ, તા. ર9
ટી-20 વર્લ્ડ કપના સુપર-8 સ્ટેજના મેચોનો પ્રારંભ થઇ જ ગયો છે. પ્રથમ મેચમાં દક્ષિણ આફ્રિકાએ અમેરિકાને18 રને પરાસ્ત કર્યા બાદ આજે બીજા મેચમાં ઇંગ્લેન્ડ વેસ્ટ ઇન્ડિઝ સામે 8 વિકેટે શાનદાર વિજય હાંસલ કર્યો હતો. 

ઇંગ્લેન્ડે ટોસ જીતીને વેસ્ટ ઈન્ડિઝને પ્રથમ દાવ લેવા મેદાન ઉતાર્યુ હતું. હોમ પીચ પર વેસ્ટ ઈન્ડિઝના ઓપનર  કિંગ અને ચાર્લ્સે આક્રમક શરૂઆત કરી હતી. પરંતુ પાંચમી ઓવરમાં કિંગ ઇજાગ્રસ્ત થતા રીટાયર્ડ થઇ ગયો હતો. તેણે 13 દડામાં 23 રન કર્યા હતા. કિંગના સ્થાને આવેલા નિકોલસ પૂરને બાજી સંભાળી હતી અને ચાર્લ્સ સાથે 54 રનની ભાગીદારી કરી હતી.

ત્યારે ઇંગ્લેન્ડના સ્પીનર મોઇન અલીએ પાર્ટનરશીપ તોડી હતી. વેસ્ટ ઇન્ડિઝનો જુમલો 94 રને હતો ત્યારે ચાર્લ્સ 34 દડામાં 38 રન બનાવીને આઉટ થયો હતો. ચાર્લ્સની જગ્યાએ આવેલા પોવેલે સ્ફોટક બેટીંગ શરૂ કરી હતી. પૂરન સાથે 43 રનની ભાગીદારી કરી હતી. ત્યારે 36 રને પોવેલ આઉટ થયો હતો. પૂરન પણ 4 ચોગ્ગા અને 1 છગ્ગા સાથે 36 રન બનાવીને આઉટ થયો હતો.

આક્રમક બેટર રસલ માત્ર એક રન બનાવીને આઉટ થયો હતો જયારે રૂથરફોર્ડ 28 અને સેફર્ડ પાંચ રને રણનમ રહ્યા હતા. વેસ્ટ ઇન્ડિઝે નિર્ધારીત ર0 ઓવરમાં 180 રનનો જુમલો ખડકયો હતો. 

181 રનના ટાર્ગેટ સાથે મેદાને પડેલી ઇંગ્લેન્ડની ટીમે શાનદાર રમત રમી હતી અને 17.3 ઓવરમાં જ બે વિકેટે 181 રન બનાવીને 8 વિકેટે જીત હાંસલ કરી લીધી હતી. ઇંગ્લેન્ડ વતી ઓપનર સોલ્ટ અને બટલરે શાનદાર શરૂઆત કરી હતી. પ્લે ઓફની છ ઓવરમાં વિના વિકેટે 58 રન ઝુડયા હતા ત્યારબાદ કપ્તાન બટલર 25 રને આઉટ થયો હતો. 

વનડાઉન આવેલો મોઇન અલી 13 રને આઉટ થયો હતો. ત્યારબાદ સોલ્ટ અને જોની બેરસ્ટોએ બાજી સંભાળી લીધી હતી અને ટીમને વિજયના લક્ષ્યાંક સુધી પહોંચાડી દીધી હતી. સોલ્ટ 47 દડામાં 7 ચોગ્ગા અને પાંચ છગ્ગા સાથે 27 રન તથા બેરસ્ટો ર6 દડામાં પ ચોગ્ગા અને બે છગ્ગા 48 રન બનાવીને અણનમ રહ્યા હતા. 

 

Print