www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

TRP ગેમઝોન અગ્નિકાંડ: સરકારને રિપોર્ટ સોંપાયા બાદ કાર્યવાહી : બે અધિકારી સહિત ત્રણની ધરપકડ


જાણો કોની કોની ધરપકડ થઈ?

સાંજ સમાચાર

રાજકોટ: TRP ગેમઝોન અગ્નિકાંડમાં સરકારને રિપોર્ટ સોંપાયા બાદ કાર્યવાહી થઈ છે. બે અધિકારી સહિત ત્રણની ધરપકડ થઈ છે. ચીફ ફાયર ઓફિસર ઇલેશ ખેર, ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર બી. જે. ઠેબા અને ગેમઝોનમાં ફેબ્રિકેશનનો કોન્ટ્રાકટ રાખનાર મહેશ રાઠોડની ખાસ તપાસ ટીમે ધરપકડ કરી છે. ઠેબા એસીબી કેસમાં જેલમાં હતા ત્યાંથી તેનો કબ્જો ક્રાઈમ બ્રાંચે લીધો છે. ગઈકાલે સીટ દ્વારા સરકારને રિપોર્ટ સોંપાયો હતો જેમાં જુદા-જુદા વિભાગની બેદરકારી ખુલી હતી, હજુ પણ અન્ય વિભાગોમાંથી ધરપકડ થવાની પ્રબળ નિર્દેશો સૂત્રો આપી રહ્યા છે. ખાસ તપાસ ટીમે જણાવ્યા મુજબ, રાજકોટ ટીઆરપી ગેમઝોનમાં બનેલ આગના બનાવ અનુસંધાને બનાવની ગંભીરતાને ધ્યાને લઇ બનાવ અંગે રાજકોટ શહેરના સીનીયર પોલીસ અધિકારીઓના માર્ગદર્શનમાં સઘન તપાસ હાલ ચાલુ છુ. ત્યારે ગઇ તા ૨૫/૦૫/૨૦૨૪ ના રોજ રાજકોટ ટીઆરપી ગેમઝોનમાં બનેલ આગના બનાવ અનુસંધાને રાજકોટ શહેર રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનમાં આઇપીસી કલમ- ૩૦૪, ૩૦૮, ૩૩૭, ૩૩૮, ૧૧૪, ૩૬, ૧૧૪, ૪૬૫, ૪૬૬, ૪૭૧, ૪૭૪, ૧૨૦(બી), ૨૦૧ મુજબનો ગુન્હો દાખલ થયેલ હોય જે ગુન્હાની તપાસ દરમ્યાન આરોપી (૧) ઇલેશકુમાર વાલાભાઇ ખેર ઉ.વ. ૪૫ (ચીફ ફાયર ઓફીસર આર.એમ.સી.), (૨) ભીખાભાઇ જીવાભાઇ ઠેબા ઉવ-૫૪ (ડેપ્યુટી ચીફ ફાયર ઓફીસર આર.એમ.સી.), (૩) મહેશભાઇ અમૃતભાઇ રાઠોડ ઉ.વ-૬૦ (ફેબ્રીકેશનનુ કામ રાખનાર તેમજ સુપર્વાઇઝર)ની ધરપકડ થઈ છે. આરોપી ખેર અને ઠેબા રાજકોટ મહાનગરપાલીકાના ફાયર સર્વીસ વિભાગના કર્મચારીઓ છે આ બનાવ બનેલ તે ટીઆરપી ગેમ ઝોનમાં વેલ્ડીંગ દરમ્યાન તીખારા ખરતા આગ લાગેલ છે. તેમજ ગઇ તા.૪/૯/૨૦૨૪ ના રોજ આ બનાવ વાળી જગ્યાએ વેલ્ડીંગથી આગ લાગેલ હતી તેમજ આ ગેમ ઝોન ચાલુ હોવાની માહિતીથી તેઓ માહિતગાર હોય તેમ છતા તેઓ દ્વારા આ ટીઆરપી ગેમ ઝોનમાં ફાયર એનઓસી છે કે કેમ? અગ્ની સામકના પુરતા સાધનો છે કે કેમ? તે બાબતે આ બનાવ બનેલ ત્યા સુધી કોઇ પણ જાતની કાર્યવાહી કરેલ હોવાનું જણાય આવેલ નથી. ઠેબા એસીબીના ગુનામાં જેલમાં હોય જયાથી ટ્રાન્સફર વોરંગ આધારે કબજો લીધેલ છે. તેમજ આરોપી ઇલેશ ખેરની તપાસમાં પુછપરછ દરમ્યાન અટક કરવામાં આવેલ છે. આરોપી મહેશ રાઠોડ ટીઆરપી ગેમ ઝોનમાં સ્નો પાર્ક માટે ફેબ્રીકેશનના કામ માટે જે વેલ્ડીંગ કામ ચાલતુ હતુ તે આ ટીઆરપી ગેમ ઝોનના ભાગીદાર આરોપી રાહુલના કાકા થતા હોય તેમજ વેલ્ડીંગ કામ ચાલુ હતુ તે તેઓ દ્વારા પોતાના સુપરવીઝન હેઠળ ચાલતુ હતુ જેઓએ બેદરકારી દાખવેલ હોવાનું તપાસમાં જણાય આવેલ છે તેમજ તેઓ વિરૂધ્ધ પુરતા પુરાવાઓ હોય જેથી તેઓની ધરપક્કડ કરવામાં આવેલ છે.

Print