www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

ટીઆરપી ગેમઝોનના પીડિતોના ન્યાય માટે રાજકોટ સ્વયંભુ બંધ પાળશે: વેપારીઓનું સમર્થન


દાણાપીઠ, સોનીબજાર, લાખાજીરાજ રોડ, જંકશન પ્લોટ-ગાયકવાડી પ્લોટ વેપારી મંડળની દુકાનો અડધો દિવસ બંધ રાખશે

સાંજ સમાચાર

► શાળા સંચાલકો મંડળનો બંધનો નિર્ણય નહિં: શાળા-કોલેજો સ્વૈચ્છિક બંધમાં જોડાશે?

રાજકોટ તા.24
 આવતીકાલે રાજકોટ ટીઆરપી ગેમઝોન દુઘર્ટનાને એક મહિનો પુરો થશે. પ્રથમ માસીક પુણ્યતિથિ નિમિતે કોગ્રેસ દ્વારા પીડીતોના ન્યાય માટે અડધો દિવસ રાજકોટ બંધ રાખવાનું એલાન કરવામાં આવેલ છે.

આ ઘટનાનાં પડઘા ઉંડા પડયા છે. આથી આ બંધના એલાનમાં જોડાવા રાજકોટનાં વેપારીઓએ સમર્થન આપ્યુ છે. રાજકોટની લાખાજીરાજ રોડ, ઘીકાંટા રોડ, દાણાપીઠ સહીતની અનેક બજારો અડધો દિવસ બંધ પાળશે.લાખાજીરાજ રોડ વેપારી એસોસીએશનનાં પ્રમુખ પ્રણંદભાઈ કલ્યાણી જણાવે છે કે કોઈપણ માટે નહીં પર માનવતાની દ્રષ્ટિએ અડધો દિવસ બંધ પાળી મૃતકોને શ્રધ્ધાંજલી અર્પણ કરીશ બપોરે 12 વાગ્યા સુધી દુકાનો બંધ રહેશે.

રાજકોટ જેમ્સ એન્ડ જવેલરી એસો.ના પ્રમુખ મયુર આડેસરાએ પણ સોશ્યલ મીડીયાના મારફત બંધને સમર્થન આપી તમામ જવેલરી શો-રૂમ બંધ પાળશે. ગેમઝોનની ગોઝારી દુર્ઘટનાના પીડીતોનાં ન્યાય અર્થે અડધો દિવસ બંધ પાળી સાચી શ્રધ્ધાંજલી અર્પણ કરાશે આ એલાન ન્યાય માટે હોવાથી રાજકોટના અનેક વેપારીઓ આ બંધના એલાનમાં જોડાશે.

કોંગ્રેસ અગ્રણીઓ છેલ્લા 26 દિવસથી રાજકોટનાં વેપારીઓ સાથે સંપર્ક કરી ન્યાય માટે બંધના એલાનમાં જોડાવા અપીલ કરી રહ્યા હતા અંદાજે 70000 થી વધુ લોકોને મળી આ બંધના એલાનમાં સમર્થન માટે અપીલ કરી હતી. ત્યારે આ અભિયાન પ્રેરીતથી રાજકોટના વેપારીઓએ સ્વેચ્છાએ બંધ રાખવાનો નિર્ણય લીધો છે.

 રાજકોટ હોલસેલ ટેકસટાઈલ એસો.નાં વેપારી હિતેશભાઈ અનડકટ જણાવે છે કે પીડીતો માટે 12 વાગ્યા સુધી દુકાનો સ્વેચ્છાએ બંધ રાખવામાં આવશે. આ એસોસીએશનમાં અંદાજે 300 થી વધુ દુકાનો જોડાયેલી છે ત્યારે તમામ દુકાનો સ્વેચ્છાએ બંધ રહેશે. બપોરે 12 વાગ્યા સુધી બંધ પાળ્યા બાદ બપોર બાદ ખોલવામાં આવશે.

 રાજકોટની જુનીબજાર કહેવાતી દાણાપીઠ વેપારી એસોસીએશને સ્વેચ્છાએ અડધો દિવસ બંધ રાખવા એલાન કર્યુ છે. બપોરે 12 વાગ્યા સુધી દાણાપીઠ સંપૂર્ણપણે બંધ રહેશે. જંકશન પ્લોટ, ગાયકવાડી પ્લોટ વેપારી મંડળ, હર હંમેશ લોકસેવા માટે આગળ રહેશે આથી આવતીકાલે એલાન કરવામાં આવેલ રાજકોટ બંધમાં સમર્થન જાહેર કરે છે.

ટીઆરપી ગેમઝોનની ગોઝારી દુર્ઘટનાનાં પીડીતોને ન્યાય માટે આવતીકાલે જંકશનપ્લોટ, ગાયકવાડીના વેપારીઓ અડધો દિવસ બંધ રાખશે.શાળા સંચાલક પ્રમુખ ડી.વી.મહેતા જણાવે છે કે શાળા સંચાલકો સ્વયંભુ બંધ પાળવાનો નિર્ણય લેશે હજુ સુધી ચોકકસ નિર્ણય લેવાયો નથી પરંતુ કેટલીક શાળાઓ દ્વારા બાળકોનાં વાલીઓને કાલની રજાના મેસેજ કરવામાં આવ્યા છે.

 


 

 

Print