www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

તારે જે કાર્યવાહી કરવી હોય તે કરી લેજે કહી યુવકને ધમકી


યુનિવર્સીટી રોડ પર યુવક જતો હતો ત્યારે કારચાલકે કાર જોઈને ચલાવ કહેતાં માથાકુટ થઈ હતી, કાર ભટકાડી નાસી ગયા

સાંજ સમાચાર

રાજકોટ તા.21

શહેરના એચ.જે.દોષી હોસ્પિટલ મેઇન રોડ પર રહેતા કશ્યપભાઇ ભટ્ટ તેમની દીકરીને તેડવા સ્કૂલે જતાં હતાં ત્યારે યુનિવર્સિટી રોડ પર અન્ય કાર ચાલકે ગાડી જોઈને ચલાવ કહી માથાકૂટ કરી કાર ભટકાડી ધમકી આપી નાસી ગયા હતા.

પ્રાપ્ત વિગત મુજબ ફરિયાદી કશ્યપભાઇ અશ્વિનભાઈ ભટ્ટ (ઉ.વ.34, રહે-માલવીયાનગર એચ.જે.દોષી હોસ્પિટલ મેઇન રોડ બ્લોક નં-81) એ ફરિયાદમાં જણાવ્યું હતું કે ગતરોજ રોજ બપોરે આશરે દોઢેક વાગે હું અને મારી પત્નિ  મારી કાર લઈને મારી મોટી દિકરી રાહીને   એસ.એન.કે .સ્કુલમાં લેવાં માટે જતાં ત્યારે રૈયા રોડ પરથી સૌરાષ્ટ્ર કલા કેન્દ્ર રોડ પરથી નીકળેલ અને યુનિવર્સીટી રોડ પર આવેલ એ ટુ ઝેડ પાનની બાજુમાં પહોંચેલ તે વખતે અમારી પાછળ આવતી એક કાળા કલરની ગ્લોસ્ટર ફોરવ્હીલ જેના નં. જીજે-03- એમબી-8909 ના ચાલકે અમારી કારની જમણીબાજુ રાખેલ. અને ગાડીનો કાચ ખોલીને મને કહેલ કે, તને ગાડી ચલાવતા ન આવડતી હોય. તો ગાડી લઈને ન નિકળાય તેમ મને જણાવેલ. અને આ ગ્લોસ્ટર ગાડીના ચાલકે જોરથી પુર ઝડપે માનવ જીંદગી જોખમાય તે રીતે હંકારી મારી ફોરવ્હીલમાં જમણી બાજુ ટક્કર મારેલ. બાદ 

મે મારી કાર રોડની સામેની બાજુ યુનિવર્સીટી રોડ પર પાસે લઇ ગયેલ. નીચે ઉતરીને જોયેલ તો મારી ફોરવ્હીલ ગાડીમાં આગળ  બોનેટ તથા જમ્પરમાં નુકશાની થયેલ હતુ. આ કાળા કલરની ફોરવ્હીલ ગાડી અમારી પાસે આવેલ અને ડ્રાઇવરની બાજુમાં બેસેલ ભાઈ મારી પાસેલ આવેલ. અને મને જણાવેલ કે, મારૂ નામ ભુષણભાઇ છે. તારે જે કાયદેસર કાર્યવાહી કરવી હોય તે કરી લેજે અને મને જાનથી મારી નાખવાની ધમકી આપેલ. અને થોડી વાર બાદ ભુષણભાઈ તથા ફોરવ્હીલ ગાડીના ચાલક તેની કાર લઇને ચાલ્યા ગયેલ. બનાવ અંગે ગાંધીગ્રામ પોલીસે ભુષણ અને ગાડી ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

 

Print