www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

ઉનાના સોંદરડા ગામે તલાટી મંત્રી જશુભા ગોહિલએ સ્વખર્ચે નવી પંચાયત ઓફિસનો કર્યો પ્રારંભ


સત્યનારાયણ ભગવાનની કથા પૂજન સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા

સાંજ સમાચાર

ઉના, તા.22
ઊના ના 20 કિ.મી દુર આવેલ સોદરડી, સોદરડા ગામે સરકારની ઞાન્રટ હેઠળ પ્રજાકીય સુવિધાઓ ઉપલબ્ધ કરવા અદ્યતન સુવિધાઓ સાથે નવુ પંચાયત ઓફિસ ધર કાર્યરત થઈ હતી .

પરંતુ કોઈ કારણોસર આ પંચાયત નો કબ્જો વર્તમાન સત્તાધીશો ને સોપાયેલ નહી પરંતુ તલાટી મંત્રીની કુનેહબાજ અને કામ કરવા ની આવડ એ સરળતા સાથે અદ્યતન બિલ્ડિંગમાં પ્રવેશ મેળવીને સાફ સફાઈ કામ કરાવી તલાટી મંત્રી જશુભા એમ ગોહિલ એ પોતાના સ્વખર્ચે સોદરડા ના સરપંચ  ગામજનો ની ઉપસ્થિત માં નવી પંચાયત ઓફિસ ચાલુ કરાવી. પહેલા સત્ય નારાયણ ભગવાનની કથા પૂજનનું આયોજન કર્યા બાદ પ્રસાદ વિતરણ કરાવી પંચાયત ઓફિસનો પ્રારંભ કરાવી પંચાયતના કામકાજનું કાર્યરત શરૂ કરાવેલ હતુ તલાટી મંત્રી જશુભા એમ ઞોહિલના જણાવ્યા અનુસાર ટુંક સમયમાં નવી પંચાયત ખાતે ઓનલાઈન તમામ સુવિધાઓ ઉપલબ્ધ થશે તેનો ઘર આંગણે લોકોના પંચાયતને લગતા તમામ કામકાજ સરળતા પુર્વક લાભ અપાશે.

Print