www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

ધ્રાંગધ્રાના નરાળી ગામે જુગાર રમતા સાત શકુનિઓને તાલુકા પોલીસે ઝડપી લીધા


સાંજ સમાચાર

(ફારૂક ચૌહાણ) વઢવાણ, તા. 24
ધ્રાંગધ્રા તાલુકા પોલીસે નરાળી ગામે ખુલ્લા પ્લોટમાં ગંજી પત્તા વડે હાર જીતનો જુગાર રમતા સાત શખ્સોને રોકડ રકમ 10,900ના મુદ્દામાલ સાથે તાલુકા પોલીસે સાત જુગારીયો ને ઝડપી જુગારધારા મુજબનો ગુનો નોંધી કાર્યવાહી કરી છે.

ઝાલાવાડ પંથકમાં પત્તા અને પાસાનું જુગાર રાજ્ય આખામાં વિખ્યાત છે ત્યારે ધ્રાંગધ્રા નાયબ પોલીસ અધિક્ષક જે. ડી. પુરોહિત અને તાલુકા ઇન્ચાર્જ પીઆઇ એન એચ ચુડાસમા દ્વારા તાલુકા પંથકમાં જુગાર ઉપર અંકુશ રાખવા સતત પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે ત્યારે ધ્રાંગધ્રા તાલુકા પોલીસના કોન્સ્ટેબલ સંજય પાઠક  નાઓને નરાળી ગામે  વિરમભાઈ મેલાભાઈ કોળીના મકાન પાસે જાહેરમાં જુગાર રમતા હોવાની બાતમી મળતા જુગારવાળી જગ્યાએ ઇન્ચાર્જ પીઆઈ, એન એચ ચુડાસમા,હેડ કોસ્ટેબલ, કુલદીપસિંહ ઝાલા, વિક્રમભાઈ રબારી, સંજય પાઠક, વિભાભાઈ, નરેશભાઈ ભોજિયા,સહીત ટિમ સાથે રેડ કરતાં નરાળી ગામે જાહેર પટમાં પૈસાની હારજીતનું જુગાર રમતા આરોપી (1)ભરતભાઇ બળદેવભાઇ ધામેચા (2) હકાભાઇ સોંડાભાઇ રાણીવાડીયા (3) ચંદુભાઇ રણછોડભાઇ મુલાડીયા(4) સંજયભાઇ મગનભાઇ મકવાણા (5) મનસુખભાઇ બાજુભાઇ ઝીઝુંવાડીયા(6) કાળુભાઇ રાજાભાઇ ઝાપડા (7) રાકેશભાઇ સાદુળભાઇ ધામેચા સહીતને કુલ રોકડા રૂપિયા 10,900ના મુદ્દામાલ ગણીને તમામ સાત આરોપીને પકડી પાડીને જુગાર ધારા મુજબનો ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી તાલુકા પોલીસે હાથ ધરી હતી.

Print