www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

વેરાવળના તાતીવેલા ગામની સરકારી પ્રા. શાળાના 10 વિદ્યાર્થીઓની સ્પોર્ટસ સ્કુલમાં પસંદગી


સાંજ સમાચાર

વેરાવળ, તા. 23
વેરાવળ તાલુકાના તાતીવેલા ગામે આવેલ સરકારી પ્રાથમિક શાળાના દસ વિધાર્થીઓ સ્પોર્ટ્સ સ્કૂલના એડમિશન માટે પસંદગી થયેલ છે. સ્પોર્ટ્સ સ્કૂલના એડમિશન (ડીએલએસએસ) માટે સમગ્ર ગીર સોમનાથ જિલ્લામાંથી 112 વિદ્યાર્થીઓ પસંદગી થયેલ જેમાંથી જિલ્લામાં સૌથી વધુ એકીસાથે 10 વિદ્યાર્થીઓ વેરાવળ તાલુકાના તાતીવેલા ગામે આવેલ સરકારી પ્રાથમિક શાળામાંથી થયા છે.

જેમાં ગાવડિયા યોગેશ કરશનભાઈ, ગાવડિયા પુનમ દેવાભાઈ, બારડ પિયુષ જયસુખભાઇ, વાજા અમિતા ઉકાભાઇ, પંપાણીયા યસ્વી દેવાયતભાઈ, ધોળિયા મયંક રમેશભાઈ, માવદિયા તનીશા ગૌરવભાઈ, બામણીયા મંથન સરમણભાઈ, ગૌસ્વામી મિતગીરી પ્રતાપગીરી, ભુવા પુર્વા મયુરભાઈ નો સમાવેશ થાય છે.

છેલ્લા પાંચ વર્ષમાં તાતીવેલા સરકારી પ્રાથમિક શાળામાંથી કુલ 37 વિદ્યાર્થીઓ સ્પોર્ટ્સ સ્કૂલમાં પસંદગી થયા છે. આ બાળકોને ધોરણ 12 સુધી વાર્ષિક અઢી લાખ સુધીનો ખર્ચ થાય એવી અત્યાધુનિક સ્કૂલોમાં મફતમાં એડમિશન મળનાર છે. આ સ્કૂલોમાં બાળકોને શિક્ષણ, રહેવાનું, જમવાનું તથા સ્પેશિયલ કોચના અન્ડરમાં સ્પોર્ટ્સની ટ્રેનિંગ મળશે સંપૂર્ણ મફત મળનાર છે.

પસંદગી થયેલ તમામ બાળકો અને સ્પોર્ટ્સ ટીચરને આવકારેલ અને તાતીવેલા સ્કૂલને સ્પોર્ટ્સ માટે ઇન્ડિયન રેયોન જન સેવા ટ્રસ્ટનો સહકાર મળ્યો હતો.

Print