www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

ધોરાજીમાં મેલડી માતાજીના મંદિરે તાવા પ્રસાદનો કાર્યક્રમ યોજાયો: ભવ્ય શોભાયાત્રા નિકળી


ભાવિકોએ વિશાળ સંખ્યામાં દર્શનનો લ્હાવો લીધો

સાંજ સમાચાર

સાગર સોલંકી/ ધર્મેન્દ્ર બાબરીયા
ધોરાજી તા.24
દર વર્ષની જેમ આ વર્ષે પણ ધોરાજીના અવેડા ચોક ખાતે આવેલ પૌરાણીક મેલડી માતાજીના મંદિરે તાવા પ્રસાદનો ભવ્ય કાર્યક્રમ યોજવામાં આવેલ હતો.  જેમાં ધોરાજી શહેર તથા આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાંથી બહોળી સંખ્યામાં ચુવાળીયા કોળી સમાજ તેમજ અન્ય સમાજના લોકોએ મેલડીમાંના તાવાના દર્શન કરી ધન્યતા અનુભવેલ હતી. 

આ તાવા પ્રસંગે રામપરા ખાતેથી માતાજીના મંદિર સુધી વાજતે ગાજતે શોભાયાત્રા નીકળેલ હતી જે વિવિધ માર્ગો પર ફરી હતી. રસ્તા પર ઠેર ઠેર શોભાયાત્રાનું સ્વાગત કરવામાં આવેલ હતું. 

આ તાવાના ધાર્મીક કાર્યક્રમને સફળ બનાવવા યુવક મંડળના કાર્યકર્તાઓ, સમાજના આગેવાનો, યુવાનો, સહીતના લોકોએ જહેમત ઉઠાવેલ હતી અને બહોળી સંખ્યામાં વિવિધ સમાજના લોકોએ દર્શનનો લ્હાવો લીધેલ હતો.

 

Print