www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

ઝિમ્બાબ્વે પ્રવાસ માટે ટીમ ઈન્ડિયા રવાના: 6ઠ્ઠી જુલાઈથી પાંચ મેચની ટી-20 સિરીઝનો જંગ જામશે


ટીમની કેપ્ટનશીપ શુભમન ગિલને સોંપાઈ: વિરાટ કોહલી, રોહિત શર્મા, રવિન્દ્ર જાડેજા ટીમમાં નહી હોય

સાંજ સમાચાર

નવીદિલ્હી,તા.2
T20 વર્લ્ડ કપ 2024માં 29 જૂને જીત મેળવ્યા બાદ હવે ટીમ ઈન્ડિયા ઝિમ્બાબ્વે સામે પાંચ મેચની T20 સિરીઝ માટે રવાના થઈ ગઈ છે. સંન્યાસ લીધા બાદ વિરાટ કોહલી, રોહિત શર્મા અને રવિન્દ્ર જાડેજા જેવા ખેલાડી આ ટીમમાં નહીં હોય. આ ટીમની કેપ્ટનશીપ શુભમન ગિલને સોંપવામાં આવી છે. 

આ સિવાય ટીમના આ પ્રવાસ માટે હેડ કોચ રાહુલ દ્રવિડના સ્થાને વીવીએસ લક્ષ્મણ હશે. આ દરમિયાન ટીમ ઈન્ડિયા ઝિમ્બાબ્વે પ્રવાસ માટે રવાના થઈ ગઈ છે, તેની તસવીર ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) તરફથી શેર કરવામાં આવી જ્યાં ટીમની સાથે વીવીએસ લક્ષ્મણ પણ જોવા મળ્યા જે ભારતીય ટીમના હેડ કોચની જવાબદારી સંભાળશે.

આ સિવાય BCCIએ તસવીર શેર કરી, તેમાં ટીમના અન્ય સભ્ય પણ જોવા મળી રહ્યાં છે. તેમાં પહેલી વખત ટીમ ઈન્ડિયામાં સામેલ થયેલા અભિષેક શર્મા અને રિયાન પરાગ જેવા ખેલાડી પણ છે. ટી20 વર્લ્ડ કપ 2024ની મુખ્ય સ્ક્વોડમાં સામેલ 15માંથી 13 ખેલાડીઓને આ પ્રવાસથી આરામ આપવામાં આવ્યો છે.

વર્લ્ડ કપ સ્ક્વોડથી માત્ર યશસ્વી જયસ્વાલ અને સંજૂ સેમસનને જ આ પ્રવાસ માટે પસંદ કરવામાં આવ્યા છે. શુભમન ગિલ, આવેશ ખાન, રિંકુ સિંહ અને ખલીલ અહેમદને T20 વર્લ્ડ કપ માટે ટ્રાવેલિંગ રિઝર્વ તરીકે પસંદ કરવામાં આવ્યા હતા અને તે મુખ્ય ટીમનો ભાગ નહોતા. ગિલ, રિંકુ, આવેશ અને ખલીલને પણ ટીમમાં સ્થાન મળ્યું છે. 

ભારત 06 જુલાઈ 2024થી હરારેમાં ઝિમ્બાબ્વેની સાથે પાંચ મેચની T20 સિરીઝ રમશે.ભારતદત ઝિમ્બાબ્વે T20 સિરીઝની તમામ મેચ ભારતીય સમયાનુસાર સાંજે 4.30 વાગે શરૂ થશે. આ મેચનું સીધુ પ્રસારણ સોની સ્પોર્ટ્સ નેટવર્ક પર થશે. સિરીઝનું લાઈવ સ્ટ્રીમિંગ સોનીલિવ એપ અને વેબસાઈટ પર ઉપલબ્ધ થશે.

ઝિમ્બાબ્વે પ્રવાસ માટે ભારતીય ક્રિકેટ ટીમ: શુભમન ગિલ (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, ઋતુરાજ ગાયકવાડ, અભિષેક શર્મા, રિંકુ સિંહ, સંજૂ સેમસન (વિકેટ કીપર), ધ્રુવ જુરેલ (વિકેટ કીપર), રિયાન પરાગ, વોશિંગ્ટન સુંદર, રવિ બિશ્નોઈ, આવેશ ખાન, ખલીલ અહેમદ, મુકેશ કુમાર, તુષાર દેશપાંડે, શિવમ દુબે.તા.6, 7, 10, 13, 14 જુલાઈનાં રોજ રમાશે.

 

Print