www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

વાવાઝોડુ શાંત : ટીમ ઇન્ડિયા સાંજે વિન્ડીઝથી નીકળશે : કાલે દિલ્હીમાં ભવ્ય સ્વાગતની તૈયારી


એરપોર્ટ ધમધમતુ થયું : ભારતીય બોર્ડે ખાસ ચાર્ટરની વ્યવસ્થા કરી..

સાંજ સમાચાર

બાર્બાડોસ, તા.2
ટી-20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઇન્ડિયા બાર્બાડોસમાં જ ફસાઇ ગઇ હતી. હવે રવિવારથી શરૂ થયેલુ વાવાઝોડુ અટકી ગયું છે અને આજે સાંજે 6 વાગ્યે ટીમ ભારત માટે રવાના થશે અને બુધવારે સાંજે દિલ્હી પહોંચશે.

રવિવારે ભારે વરસાદ અને સોમવારે વાવાઝોડાના કારણે એરપોર્ટ બંધ કરી દેવામાં આવ્યું હતું. બોર્ડે હવે ટીમ માટે ખાસ ચાર્ટરની વ્યવસ્થા કરી છે. દિલ્હી એરપોર્ટ પર ટીમ ઇન્ડિયાના સ્વાગતની જોરદાર તૈયારીઓ થઇ રહી છે. 

સોમવારે બાર્બાડોસમાં વાવાઝોડું લેન્ડફોલ થવાની ધારણા હોવાથી ભારતીય ટીમને તેમની હોટલની અંદર રહેવાની ફરજ પડી હતી. પરંતુ હવે સારા સમાચાર મળી રહ્યા છે કે ટીમ હવે આજે બાર્બાડોસના સમય મુજબ સાંજે 6 વાગ્યે બાર્બાડોસ જવા માટે તૈયાર છે. ટીમ 3 જુલાઈ, બુધવારના રોજ સાંજે 7:45 વાગ્યા સુધીમાં દિલ્હી પહોંચે તેવી શક્યતા છે. 

બાર્બાડોસના વડા પ્રધાન મિયા મોટલીએ અગાઉ જણાવ્યું હતું કે ટાપુનું એરપોર્ટ ‘આગામી 6 થી 12 કલાકમાં’ કાર્યરત થઈ જશે, કેટેગરી 4 હરિકેન દ્વારા ફરજ પાડવામાં આવેલ શટડાઉનનો અંત લાવી તેની અપેક્ષા છે.

Print