www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

વર્ષોથી ફુટપાથ, સાયકલ ટ્રેક સહિતની જગ્યા દબાવનાર ધંધાર્થીઓ સામે કાર્યવાહી : ગેરકાયદે હોર્ડિંગ પણ મળી આવતા ઉતરાવતા ડે.કમિશ્નર ખરે

150 ફુટ રીંગ રોડને દબાણમુકત કરવા મનપા અને ટ્રાફિક પોલીસની ટીમો ત્રાટકી


♦ ગોવર્ધન ચોક, ઉમિયા ચોક, કેકેવી ચોક, ઇન્દિરા સર્કલ, અયોધ્યા ચોક સહિતના રસ્તેથી રેંકડીઓ, 45 બોર્ડ-બેનર સહિત 167 દબાણ જપ્ત : ડીસીપી અને એસીપી ટોઇંગ વાન સાથે ફર્યા

સાંજ સમાચાર

♦ કાલાવડ રોડ, મહિલા કોલેજ બ્રીજથી કટારીયા ચોકડી, નાનામવા મેઇન રોડ, રૈયા રોડ, યુનિ. રોડ, મવડી રોડ, ગોંડલ રોડ, યાજ્ઞિક રોડ, રેસકોર્સ રીંગ રોડ સહિતના માર્ગોનું લીસ્ટ બન્યું 

રાજકોટ, તા. 22
શહેરના 150 ફુટ રીંગ રોડ પર માધાપર ચોકડીથી ગોંડલ ચોકડી સુધી રહેલા દબાણોનો સૌથી ગંભીર પ્રશ્ર્ન ઉકેલવા  મ્યુનિ. કમિશ્નર આનંદ પટેલે આજથી અધિકારીઓ અને વિભાગના વડાઓની ટીમને રોડ પર દોડાવી છે. આજે આ રોડ પર મનપા અને સીટી તથા ટ્રાફિક પોલીસની ટીમે સંયુકત ડ્રાઇવ કરતા દુકાનો આગળ રાખવામાં આવતા બાકડા, થડા સહિતના પથારા, કેબીન, બોર્ડ-બેનર સહિતના દબાણો હટાવવામાં આવ્યા છે. 

મનપાના ડે.કમિશ્નર અને ટ્રાફિક શાખાના ડીસીપી સહિતની ટીમ 150 ફુટ રોડના બંને છેડે જેસીબી સહિતના સાધનો અને ટોઇંગ વાન સાથે નીકળતા કોમર્શિયલ વિસ્તારમાં દોડધામ થઇ ગઇ હતી. તો હંગામી દબાણો હટાવી સાયકલ ટ્રેક સહિતના ભાગ કાયમી ખુલ્લા રહે તેવી ઝુંબેશ બંને ખાતાએ હાથ પર લીધી છે. 

મનપામાં રાજમાર્ગો અને ટ્રાફિકગ્રસ્ત અન્ય રસ્તાઓ ટ્રાફિક અને દબાણથી મુકત કરવા કમિશનર દ્વારા ખાસ ટીમ બનાવવામાં આવી છે. આજે 1પ0 ફુટ રોડનો વારો સૌપ્રથમ લેવામાં આવ્યો હતો. તો હવે તબકકાવાર અન્ય રાજમાર્ગો પર કાર્યવાહી કરવામાં આવશે.

મહાનગરપાલિકાની દબાણ હટાવ શાખા અને સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા દ્વારા શહેરના મુખ્ય માર્ગો પર અનધિકૃત કરાયેલા દબાણો દુર કરવા માટે વિવિધ ટીમ બનાવીને ઝુંબેશના રૂપમાં કામગીરી હાથ ધરવામાં આવી છે 

જેમાં આજે 150 ફૂટ રિંગ રોડ ખાતે બે ટીમ દ્વારા દબાણ હટાવ દુર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ ઝુંબેશ દરમ્યાન રાજકોટ સિટી પોલીસ અને ટ્રાફિક પોલીસ દ્વારા પણ સાથે રહી કામગીરી કરવામાં આવી હતી. આ ઝુંબેશમાં મંજૂરી વગરના હોર્ડિંગ પણ મળતા તે દુર કરવામાં આવ્યા છે.

દબાણ હટાવ શાખા અને સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા દ્વારા 150 ફૂટ રિંગ રોડ પર અયોધ્યા ચોક, પટેલ ક્ધયા છાત્રાલય ચોક, ગોવર્ધન ચોક, ઉમિયા ચોક, તપોવન સ્કૂલ પાસે, કેકેવી ચોક, આઝાદ હિન્દ ગોલા પાસે, ઇન્દીરા સર્કલ પાસે વગેરે વિસ્તારમાંથી કુલ 4 રેંકડી, કેબીન, 45 બોર્ડ-બેનરો અને 167 પરચુરણ સામગ્રી દુર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. 

આ ઝુંબેશમાં ડે. કમિશનર સ્વપ્નિલ ખરે, પોલીસ શાખાના ડીસીપી ટ્રાફિક પૂજા યાદવ અને એસીપી ટ્રાફિક ગઢવી, એન્ક્રોચમેન્ટ રીમુવલ ઓફિસર પી. જે. બારીયા, સહાયક કમિશનર બી. એલ. કાથરોટીયા, નાયબ પર્યાવરણ ઈજનેર દિગ્વિજયસિંહ તુવર તેમજ સિટી પોલીસ તેમજ ટ્રાફિક પોલીસના અધિકારીઓ, કર્મચારીઓ હાજર રહ્યા હતા.

રાજમાર્ગોની યાદી 
દબાણ હટાવ શાખા દ્વારા રોડવાઇઝ દબાણો હટાવવા માટે અધિકારીઓની ટીમ બનાવવામાં આવી છે અને જુદા જુદા માર્ગોની જવાબદારી સોંપાઇ છે. તેમાં 1પ0 ફુટ રોડ, કાલાવડ રોડ, મહિલા કોલેજ બ્રીજથી કટારીયા ચોકડી,  નાના મવા મેઇન રોડ, રૈયા રોડ, યુનિ. રોડ, મવડી રોડ, ગોંડલ રોડ, યાજ્ઞિક રોડ, રેસકોર્સ રીંગ રોડ, જવાહર રોડ, ત્રિકોણબાગથી હોસ્પિટલ ચોક, ટાગોર રોડ, સત્યવિજય આઇસ્ક્રીમ સુધીનો રોડ, ઢેબર રોડથી અટીકા ફાટક, હોસ્પિટલ ચોકથી જંકશન રોડ, જામનગર રોડ, કુવાડવા રોડ, સંતકબીર રોડ, ભાવનગર રોડ, 80 ફુટ રોડ, પેડક રોડ, કોઠારીયા રોડનો સમાવેશ થાય છે. તબકકાવાર આ તમામ રસ્તા પર ડ્રાઇવ ચલાવવામાં આવશે તેમ વિભાગે જણાવ્યું છે. 

 

Print