www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

ટેસ્લાએ 6 વર્ષ પહેલા અંતરિક્ષમાં મોકલેલી કાર વર્ષ 2047માં ધરતી પર પાછી ફરશે


6 વર્ષથી અંતરિક્ષમાં ઘુમી રહી છે ટેસ્લાની કાર

સાંજ સમાચાર

વોશિંગ્ટન (અમેરિકા),તા.27
છ વર્ષ પહેલા અંતરિક્ષમાં મોકલાયેલી ટેસ્લા કાર વર્ષ 2047માં ધરતીની વધુ નજીક આવી શકે છે. એલન મસ્કના સ્પેસ એકસે ફાલ્કન હેવી રોકેટથી ટેસ્ટા રોડસ્ટરને 2018માં લોન્ચ કરી હતી. તેમાં એક સ્ટારમેન (પુતળુ)ને પણ બેસાડાયો છે.

સૂર્યનુ ચકકર લગાવે છે મસ્કની કાર: અંતરિક્ષમાં 6 વર્ષ 3 મહિના અને 17 દિવસ પ્રદક્ષિણા દરમિયાન ટેસ્લા કારે અનેક રસપ્રદ જાણકારી મેળવી છે. અંતરિક્ષમાં મોકલાયેલી આ ગાડીનું નામ ટેસ્લા રોડસ્ટર છે. રિપોર્ટ અનુસાર જયારથી આ ગાડી રોકેટથી અલગ થઈ છે ત્યારથી સુર્યની પ્રદક્ષિણા કરી રહી છે.

વૈજ્ઞાનિકોનું અનુમાન છે કે જો બધું બરાબર રહ્યું તો 22 ટકા સુધી એ બાબતની સંભાવના છે કે આવનારા સમયમાં આ કાર ધરતી પર ટકરાશે. જયાં સુધી આ કારને ધરતી પર પરત લાવવાની વાત છે તો હાલ તો મસ્કની આવી કોઈ યોજના નથી. કારણ તેમાં ઘણા ખર્ચની સંભાવના છે. હાલમાં આ ટેસ્લા કાર ધરતીથી 62,336,834 માઈલ દૂર છે અને 16034 માઈલ દર કલાકની ઝડપે પ્રદક્ષિણા કરી રહી છે.

Print