www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

ભચાઉ ખાતે 12મો સર્વ ધર્મ સમૂહ લગ્નોત્સવ ઉજવાયો


બે હિંદુ તથા 25 મુસ્લિમ યુગલો લગ્નગ્રંથિથી જોડાયા

સાંજ સમાચાર

(ગની કુંભાર) 
ભચાઉ તા.20
ભચાઉ ખાતે સર્વધર્મ 12મો સમૂહલગ્ન મહોત્સવ ઉજવાયો જેમાં બે હિન્દુ જોડકાએ પ્રભુતામાં પગલાં માંડ્યાં અને 1 25 મુસ્લિમ જોડકાએ નિકાહ દ્વારા  પોતાના જીવન સાથી સાથે ધાર્મિકવિધિ સાથે લગ્નગ્રંથિમાં જોડાયા હતા. 

આ કાર્યક્રમમાં દાતાઓના સહકાર પ્રાપ્ત થયા હતા. કારવાં ગોષીયા કમિટીની ટીમ અને એકતા કમિટી ભચાઉના આગેવાનો, કાર્યકરોના પરિશ્રમ થકી સમૂહલગ્ન મહોત્સવ ઉજવાયો હતો. જેમાં પીર સૈયદ હાજી અલી અકબરશા, મુફતી એ કચ્છ પીર સૈયદ હાજી અલી અસગશા, પીર સૈયદ લતીફશા, પીર સૈયદ શેર અલીશા, સૈયદ અમીરશા, ડો.હુસેન પરીટ, હાજીગફુર ફકીર, સતાર પરીટ, વલીભાઈ કોરેજા, જાડેજા શૈલેન્દ્રસિંહ, કિરણ આહીર, કાસમભાઈ કુંભાર જાડેજા શિવરાજસિંહ, મનજી રાઠોડ વગેરે સાબિર દરેક સમાજના અગ્રણી, રાજકીય આગેવાનો, ધર્મગુરૂઓ, મૌલવીઓએ હાજરી આપી હતી. 

નિકાહ પીર સૈયદ હાજી અમીનશા, હાજી અહેમદશા બુખારી ફરઝદે મુફતી એ કચ્છ દ્વારા પડાવાયા અને હિન્દુ જોડકાની લગ્નવિધિ ભૂદેવો દ્વારા કરાઈ હતી. સંચાલન ડો. હુસેનભાઈએ કર્યું હતું. બંને કમિટીના પ્રમુખ, ઉપપ્રમુખ, હોદ્દેદારો જોડાયા હતા.

Print