www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

પૂ.આ.ભ. શ્રી પુર્ણચંદ્રસૂરીશ્વરજી મ. આદિ સાધુ-સંતોની પાવન નિશ્રામાં

તા.2જીના પ્રાચીન તીર્થ માંડવી ચોક દેરાસરનો 198મો ધ્વજારોહણ મહોત્સવ ભવ્ય રીતે ઉજવાશે


તા.2જીના રવિવારે ભવ્યાતિભવ્ય સામૈયુ: સત્તર ભેદી પૂજા ભણાવાશે: 199મી ધજાની ઉછામણી કરાશે: તૈયારીઓનો ધમધમાટ

સાંજ સમાચાર

રાજકોટ તા.23
રાજકોટ જૈન તપગચ્છ સંઘ સંચાલીત પ્રાચીન તીર્થ માંડવી ચોક દેરાસર (દાદાવાડી)ના શ્રી સુપાર્શ્ર્વનાથ દાદાનો 198મો ધ્વજારોહણ મહોત્સવ આગામી તા.2જીના રવિવારે પરમપૂજય અધ્યાત્મયોગી આચાર્ય ભગવંતશ્રી કલાપૂર્ણ સૂરીશ્ર્વરજી મહારાજાના શિષ્યરત્ન, પ્રવચન પ્રભાવક પૂ. આચાર્યશ્રી પુર્ણચંદ્રસૂરીશ્ર્વરજી મ. આદિ સાધુ-સાધ્વીજી ભગવંતોની પાવન નિશ્રામાં ભવ્ય રીતે ઉજવવામાં આવનાર છે.
 

સામૈયું
શ્રી સુપાર્શ્વનાથ દાદાની ધ્વજાનું સામૈયું તા.2જીના રવિવારે સવારે 6.30 કલાકે સુરેશભાઈ સંઘવીના નિવાસસ્થાન ‘તીર્થ’ 25, પ્રહલાદ પ્લોટથી નીકળશે અને વાજતે ગાજતે માંડવી ચોક દેરાસરે સંપન્ન થશે.

આ પ્રસંગે સવારે 7 વાગ્યે સત્તરભેદી પૂજા ભણાવાશે. સવારે 7.45 કલાકે 199મી ધ્વજાની ઉછામણી કરાશે તથા સવારે 8.30 કલાકે ધ્વજારોહણ લાભાર્થી પરિવાર દ્વારા થશે. 
જેમાં શ્રી સુપાર્શ્ર્વનાથ દાદાની ધ્વજાનો લાભ વસંતબેન વાડીલાલ મહેતા (ધોરાજીવાળા) પરિવાર હસ્તે શ્રીમતી રેખાબેન મહેશભાઈ વસા, શ્રીમતી મીનાબેન પ્રકાશભાઈ મહેતા તથા શ્રીમતી વિભાબેન જીતુભાઈ વસા વગેરેએ લીધો છે.

જયારે શાસન રક્ષકદેવ શ્રી માણિભદ્ર વીરની ધ્વજાનો લાભ પુષ્પાબેન રમેશભાઈ શાહ પરિવાર હસ્તે અલ્પાબેન જીજ્ઞેશભાઈ શાહ તથા અમીતાબેન તેજસભાઈ શાહ વગેરેએ લીધો છે.આ પ્રસંગે વિધિકારક તરીકે પ્રકાશભાઈ દોશી પધારશે તથા જૈન સમાજના જાણીતા ભક્તિકાર ધર્મેશભાઈ દોશી ભક્તિસંગીત રજુ કરશે. આ પ્રસંગે ઉપસ્થિત આમંત્રીતો મગે નવકારશીની વ્યવસ્થા કરવામાં આવી છે.રાજકોટ જૈન તપગચ્છ સંઘના પ્રમુખ જીતુભાઈ ચાવાળાના માર્ગદર્શન હેઠળ કાર્યવાહક કમીટીના પ્રમુખ જયેન્દ્રભાઈ દોશી, કેતનભાઈ કોઠારી, કેતનભાઈ વોરા, જયેશભાઈ દોશી વગેરે જહેમત ઉઠાવી રહ્યાં છે.

Print