www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

અંબાણી પરિવાર દ્વારા રાધિકા-અનંતના લગ્ન પહેલા વંચિત લોકો માટે સમુહ લગ્નનું આયોજન


2 જુલાઈએ મહારાષ્ટ્રના પાલઘરમાં યોજાનારા કાર્યક્રમમાં અંબાણી પરિવાર પણ હાજર રહેશે

સાંજ સમાચાર

મુંબઈ:

મુકેશ અંબાણી અને નીતા અંબાણીના નાના પુત્ર અનંત અંબાણી 12 જુલાઈએ રાધિકા મર્ચન્ટ સાથે લગ્ન કરવા જઈ રહ્યા છે. લગ્ન મુંબઈના બાંદ્રા કુર્લા કોમ્પ્લેકસ (બીકેસી)માં જીયો વર્લ્ડ ક્ધવેન્શન સેન્ટરમાં થશે. આ લગ્નની ચર્ચા ઘણા સમયથી ચાલી રહી છે. આ બહુપ્રતિક્ષિત ઈવેન્ટ પહેલા અંબાણી પરિવારે એક મોટો નિર્ણય લીધો છે.અંબાણી પરિવાર દ્વારા વંચિત લોકો માટે સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ કાર્યક્રમ અનંત-રાધિકાના લગ્ન પહેલા કરવામાં આવશે. આ કાર્યક્રમ સાથે સંબંધિત એક કાર્ડ પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યું છે. આ જોઈને કહી શકાય કે આ ઈવેન્ટ પણ અનંત-રાધિકાના પ્રી-વેડિંગ પ્રોગ્રામનો જ એક ભાગ છે.

 આમંત્રણના ફોટા અનુસાર, અંબાણી પરિવાર મહારાષ્ટ્રના પાલઘરમાં વંચિતોના સમૂહ લગ્નનું આયોજન કરશે. આમંત્રણ પત્ર મુજબ, પાલઘરમાં સ્વામી વિવેકાનંદ વિદ્યામંદિરમાં 2 જુલાઈએ સાંજે 4-30 વાગ્યે વંચિતોના સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવશે. વાયરલ થઈ રહેલા લાલ રંગના આમંત્રણ કાર્ડમાં લખેલું છે કે નીતા અને મુકેશ અંબાણી આ ઉમદા કાર્યમાં યોગદાન આપી રહ્યા છે, આ પ્રસંગે તેઓ તેમના પરિવાર સાથે હાજર રહેશે. જો તમે પ્રેમના આ ઉત્સવની ઉજવણીમાં અમારી સાથે જોડાઈ શકો તો અમને આનંદ થશે.

Print