www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

સાગઠિયાની મિલકતના તપાસમાં હવે ઇન્કમ ટેક્સ વિભાગ પણ જંપલાવશે


મોટી રકમની મત્તા નીકળતા આઇટીની નજર પડી, સાગઠિયાએ અગાઉ ભરેલ ટેક્સ અને અત્યારે નીકળતી મિલકત બાબતે તપાસ થશે

સાંજ સમાચાર

રાજકોટ, તા.2
આજે સવારે વિગતો જાહેર થઈ કે, રાજકોટમાં ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડના આરોપી પૂર્વ ટીપીઓ એમ.ડી. સાગઠિયાની પ્રાઇવેટ ઓફિસમાંથી રોકડ રકમ, સોના-ચાંદીના દાગીના સહિત 18 કરોડની મત્તા મળી આવી છે.

એસીબીએ સાગઠિયાને સાથે રાખી તપાસ કરી હતી. જેમાં ઓફિસની તિજોરીમાંથી આ મતા મળી હતી. રાજકોટના 150 રિંગ રોડ પર બાલાજી હોલ સામે, આવેલી ટ્વીન્સ ટાવર નામની બિલ્ડીંગના 9મા માળે સાગઠિયાની ખાનગી ઓફિસ આવેલી છે. અહીં ગત મોડી રાતથી એસીબીએ તપાસ હાથ ધરી હતી.

જેમાં સોના ચાંદીના દાગીના, રોકડ રકમ, વિદેશી નાણું, સોનાના પટ્ટા વાળી બે ઉપરાંત કિંમતી અન્ય 6 ઘડિયાળ મળી આવી હતી. આ તમામ મુદ્દામાલ મળી 18 કરોડની મત્તા હોવાનું એસીબીએ જાહેર કર્યું છે. જેથી હવે ઈન્કમ ટેક્સ વિભાગ પર આ મામલે જંપલાવી શકે છે. ઉલ્લેખનીય છે કે, જ્યારે એસીબી આવી તપાસ ચલાવતી હોય ત્યારે તપાસ પૂર્ણ થયા પછી ઈન્કમ ટેક્સને પત્ર લખે છે. જયારે આ મામલામાં મોટી મતા નીકળતું ઈન્કમ ટેક્સ કાર્યવાહી હાથ ધરી શકે છે.

 

Print